તાપી

તાપી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ચંચળબેન ચૌધરીના અધ્યક્ષથાને જન ચેતના જિલ્લા કક્ષાની વર્કશોપ યોજાઈ

માહિતી બ્યુરો, તાપી & YNG-TIM.TAPI

આરોગ્ય વિભાગની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો તાપીની જનતાને સમયસર લાભ મળે તે માટે જનભાગીદારી પર વિશેષ ભાર મૂકાયો

માહિતી બ્યુરો, તાપી તા. ૧૯ :- તાપી જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે તા. ૧૮ જુલાઈના રોજ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ચંચળબેન ચૌધરી અને ઉપપ્રમુખશ્રીની ઉપસ્થિતિમાં જન ચેતના અંતર્ગત જિલ્લા કક્ષાની વર્કશોપનું યોજાઈ હતી.

વર્કશોપમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી દ્વારા ખાસ ભાર મૂકતા જણાવવામાં આવ્યું કે, ગર્ભાશયના કેન્સર વિરોધી રસી તેમજ ડિપ્થેરિયા અને ઓરી જેવી અન્ય રસીઓ અંગે સોશિયલ મીડિયા દ્વારા ફેલાયેલી ગેરમાન્યતાઓનું ખંડન કરવું અત્યંત જરૂરી છે.

તાપી જિલ્લાના દીકરા-દીકરીઓના ઉજ્જવળ અને આરોગ્યપ્રદ ભવિષ્ય માટે ગ્રામ્ય, તાલુકા અને જિલ્લા કક્ષાના તમામ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ તેમજ બિન-રાજકીય સામાજિક સંસ્થાઓ પોતાની સક્રિય ભૂમિકા ભજવે અને આ રસીકરણ ઝુંબેશમાં મહત્તમ યોગદાન આપે તે સમયની માંગ છે.

​આ કાર્યશાળામાં આરોગ્ય વિષયક સેવાઓ અને સરકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવાના હેતુથી જિલ્લા પંચાયતના સભ્યો તેમજ વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓને ખાસ આમંત્રિત કરવામાં આવ્યા હતા.

​વર્કશોપ દરમિયાન RCHO (ADHO) ડૉ. દવે અને DTO ડૉ. ચૌધરી દ્વારા ઉપસ્થિત સૌ મહાનુભાવોને આરોગ્ય વિભાગની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓ વિશે વિસ્તૃત તકનીકી અને વ્યવહારિક માહિતી પૂરી પાડવામાં આવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!