શિવમ્ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સત્ય સાંઈ સ્કૂલ્સ, મહુવાસ સંસ્કૃતિ, સેવા અને શિક્ષણ નું અદભૂત સમન્વય કરાવતી નવસારી જિલ્લાની સત્ય સાંઈ લક્ષ્મી મોહન વિધાલયમાં ગુરૂપૂર્ણિમાના પાવન પર્વે ની ઉજવણી
યંગ ગુજરાત ડિજીટલ ન્યૂઝ ટીમ વાંસદા ( નવસારી)
- શિવમ્ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સત્ય સાંઈ સ્કૂલ્સ, મહુવાસ ખાતે ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી
શિવમ્ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સત્ય સાંઈ સ્કૂલ્સ, મહુવાસ ખાતે ગુરુ પૂર્ણિમા પર્વની ભાવભીની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને ગુરુ વંદના સાથે કરવામાં આવી.
આ કાર્યક્રમ શિવમ્ એજ્યુકેશન ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી ડૉ. કમલેશસિંહ ઠાકોર સાહેબના માર્ગદર્શન હેઠળ ઉજવવા માં આવ્યો હતો. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગામના સરપંચશ્રી મહેશભાઈ સાહેબ , ડેપ્યુટી સરપંચશ્રી જયેશભાઇ , તેમજ પત્રકારશ્રી હર્ષભાઈ અને શ્રી રણજીતભાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોએ ગુરુના જીવનમાં રહેલા મહત્વ વિશે પ્રેરણાદાયી વિચારો વ્યક્ત કર્યા અને વિદ્યાર્થીઓને ગુરુના આદર્શોને જીવનમાં ઉતારવાનો સંદેશ આપ્યો. વિદ્યાર્થીઓ દ્વારા ગુરુ મહિમા પર વક્તવ્ય રજૂ કરવામાં આવ્યા હતા,સાથે સાથે ‘એક પેડ માં કે નામ’ વૃક્ષા રોપણ પણ મહેમાન નો દ્વારા કરવા માં આવ્યું હતું.જેને સૌએ વધાવી લીધા હતા . વાંસદા તાલુકા પંચાયતના ઉપ પ્રમુખ શ્રી અને અમારી સત્ય સાંઈ શાળા મહુવાસના પુર્વ પ્રિન્સિપલ એવા શ્રીમાન અજયભાઈ એન. ગામિત સાહેબ આજ રોજ શાળામા પધાર્યા હતા અને એમનુ સન્માન કરવાનુ અવસર પ્રાપ્ત થયો હતો એમના અથાગ પ્રયત્નો થકી શાળાનુ સર્જન કરેલ હોવાના નાતે સંસ્થાના મેનેજીગ ટ્રસ્ટીશ્રીએ એમનુ સન્માન કરી આભાર વ્યક્ત કર્યુ હતુ. આ ઉપરાત રોટરી ક્લબ ગણદેવીના મેનેજર પ્રકાશભાઈ નાયક, કેયુરભાઈ દેસાઈના માર્ગદર્શન મુજબ ગણદેવી તાલુકાના પૂર પીડીત વિસ્તારમા સફાઈના સાધનો જેવા કે ખરસાઠા, વાઈપર , ફિનાઈલ તથા કપડા વિદ્યાર્થીઓ દ્વારા ગુરુ પુર્ણિમાના દિવસે દક્ષિણા રૂપે શાળાના આચાર્યને આપ્યા હતા. તે N.S.S ના વિદ્યાર્થીઓ સાથે ગણદેવી મુકામે આપવા પહોચાડવાનુ નક્કી કરેલ છે. તે મુજબ N.S.S ટીમ , પોગ્રામ ઓફિસર અને શાળાના મેનેજીંગ ટ્રસ્ટી ર્ડા, કમલેશભાઈ એમ, ઠાકોર આ સેવા કીય કામમા સહભાગી બનશે. અહી ઉલેખ કરવો રહ્યો કે શ્રી કમલેશભાઈ ઠાકોર આંબાબારી હાઈસ્કુલના અચાર્ય તરીકે ફરજમા હતા ત્યારે શાળામા અભ્યાસ કરતી નવતાડ ગામની દિકરીનુ ઘર પૂરમા ટુટી ગયુ હતુ ત્યારે તમામ સગવડ સાથે આખુ ઘર બનાવી આપવામા મોટુ યોગદાન રહ્યુ હતુ.
અંતમાં તમામ મહેમાનો, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને સ્ટાફનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો. સમગ્ર કાર્યક્રમ ભક્તિ, શ્રદ્ધા અને ઉત્સાહના માહોલમાં સફળતાપૂર્વક સંપન્ન થયો. કાર્યક્રમનુ સંચાલન શાળાની શિક્ષીકા જેતલબેન કર્યુ હતુ. અભાર વિધી શાળાના આચાર્ય હર્ષાબેનએ કર્યુ હતુ.
સંસ્કૃતિ, સેવા અને શિક્ષણ નું અદભૂત સમન્વય કરાવતી નવસારી જિલ્લાની સત્ય સાંઈ લક્ષ્મી મોહન વિધાલયમાં ગુરૂપૂર્ણિમાના પાવન પર્વે ની ઉજવણી ગુરુદક્ષિણા રૂપે વિધાર્થી ઓએ અતિવૃષ્ટિ માં લોકોને ઉપયોગી થવા સાવરણી અને કિલીનર ભેટ આપી.




