નવસારી

નવસારી જિલ્લા કલેક્ટર શ્રી મનીષ ગુરવાનીની પ્રાંત અને મામલતદાર કચેરીની આકસ્મિક મુલાકાત :

જિલ્લા માહિતી કચેરી,નવસારી & YNG-TIM-NAVSHARI

જનસેવામાં પારદર્શિતા અને કાર્યક્ષમતા માટે કલેક્ટરશ્રીનું કચેરી નિરીક્ષણ :

અરજદારોને સમયસર અને ગુણવત્તાયુક્ત સેવા આપવા કલેક્ટરશ્રીએ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું

નવસારી: શુક્રવાર : નવસારી જિલ્લા કલેક્ટર શ્રી મનીષ ગુરવાનીએ આજે નવસારી પ્રાંત કચેરી તથા મામલતદાર કચેરીની
આકસ્મિક મુલાકાત લઈ વિવિધ શાખાઓની કામગીરીનું સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું. મુલાકાત દરમિયાન કચેરીમાં
આવનારા અરજદારોને મળતી સેવાઓ, અરજીઓના નિકાલની પ્રક્રિયા, રેકોર્ડનું સંચાલન તેમજ નાગરિકોને સમયસર અને
પારદર્શક રીતે સેવાઓ ઉપલબ્ધ કરાવવાના મુદ્દાઓની વિસ્તૃત સમીક્ષા કરી હતી.
કલેક્ટરશ્રીએ વિવિધ શાખાઓમાં જઈ કામગીરી અંગે માહિતી મેળવી હતી. તેમણે બાકી અરજીઓનો સમયમર્યાદામાં
નિકાલ થાય, જનસામાન્યને અનાવશ્યક ધક્કા ન ખાવા પડે અને દરેક અરજદાર સાથે સંવેદનશીલ તથા સૌજન્યપૂર્ણ વર્તન
કરવામાં આવે તે માટે અધિકારીઓ અને કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
મુલાકાત દરમિયાન કલેક્ટરશ્રીએ રેકોર્ડના યોગ્ય જતન, ઈ-ઓફિસ અને ડિજિટલ સેવાઓનો અસરકારક ઉપયોગ,
કચેરીમાં સ્વચ્છતા, ફાઈલોની વ્યવસ્થિત જાળવણી તથા જાહેર સેવાઓમાં વધુ ઝડપ અને પારદર્શિતા લાવવા પર ભાર
મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સરકારી કચેરીઓમાં આવતો દરેક નાગરિક સંતોષકારક સેવા મેળવી શકે તે માટે તમામ
અધિકારીઓ અને કર્મચારીઓએ જવાબદારીપૂર્વક કામગીરી કરવી જરૂરી છે.
કલેક્ટરશ્રીએ કચેરીના વિવિધ વિભાગોની કામગીરીની સમીક્ષા કરી જરૂરી સૂચનાઓ આપી હતી. તેમણે પ્રજાલક્ષી
યોજનાઓના અમલીકરણમાં ગુણવત્તા જળવાય, ફરિયાદોનો ત્વરિત નિકાલ કરવામાં આવે અને રાજ્ય સરકારની
માર્ગદર્શિકા મુજબ તમામ સેવાઓ સમયમર્યાદામાં પૂરી પાડવામાં આવે તેની ખાસ તકેદારી રાખવા સૂચના આપી હતી.
આ પ્રસંગે પ્રાંત અધિકારીશ્રી જનમ ઠાકોર, મામલતદારશ્રી તથા સંબંધિત વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ
ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!