તાપી

દૂધ સંજીવની યોજના અને માતૃશક્તિ, પૂર્ણાશક્તિ અને બાળશક્તિ પોષણ માટે ઉત્તમ સ્ત્રોત છે

માહિતી બ્યુરો, તાપી

*ઉચ્છલ ખાતે નારી સંમેલન અને વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરાઈ*

*આઈસીડીએસ વિભાગની યોજનાઓ બાળકો, કિશોરીઓ અને ધાત્રી-સગર્ભા માતાઓ માટે બહુમૂલ્ય – રાજ્યમંત્રી ડો. જયરામભાઈ ગામીત*

*દૂધ સંજીવની યોજના અને માતૃશક્તિ, પૂર્ણાશક્તિ અને બાળશક્તિ પોષણ માટે ઉત્તમ સ્ત્રોત છે*
—-
*માહિતી બ્યુરો, તાપી તા. ૦૮* – રમતગમત અને પ્રવાસન રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીતે ઉચ્છલ તાલુકાના સુમુલ ડેરી ખાતે શુક્રવારે યોજાયેલા નારી સંમેલન તથા વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી પ્રસંગે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વનબંધુ કલ્યાણ યોજના થકી આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસને સુનિશ્ચિત કરવાનું કાર્ય કર્યું છે. આ કાર્યને આગળ ધપાવતા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે પણ શિક્ષણ, પોષણ અને સ્વાસ્થ્ય સહિત આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસને વિશેષ પ્રાધાન્ય આપ્યું છે.

તેમણે વધુમાં ઉમેર્યું કે, આંગણવાડીઓમાં જે રીતે બાળકો, સગર્ભા-ધાત્રી માતાઓ અને કિશોરીઓના પોષણ તથા સ્વાસ્થ્યની કાળજી લેવાય છે તે ખૂબ પ્રશંસનીય છે. દૂધ સંજીવની જેવી યોજનાઓ સહિત ટીએચઆર પોષણ માટે ઉત્તમ સ્ત્રોત છે. તેમણે આ સાથે નારી અદાલત સહિત મહિલાઓ માટે સેવાઓ ઉપલબ્ધ કરાવતા વિભાગો તથા તેમની વિવિધ પાંખોના કામગીરીની પણ પ્રશંસા કરી હતી. વધુમાં ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણનું મહત્વ સમજાવી સૌને વૃક્ષારોપણ કરવા પ્રેરિત કર્યા હતા.

આ કાર્યક્રમ ઉચ્છલ આઈસીડીએસ ઘટક હેઠળ આયોજિત કાર્યક્રમમાં આઈસીડીએસ વિભાગ દ્વારા મહિલાઓમાં નારી અદાલત અંગે જાગૃતિ, મહિલા સશક્તિકરણ તેમજ પોષણ અંગેની માિહતી પહોંચાડવાના આશય સાથે યોજાયો હતો. આ કાર્યક્રમમાં મંત્રીશ્રીના હસ્તે લાભાર્થીઓ તથા સગર્ભા-ધાત્રી માતાઓને પોષણ કીટનું વિતરણ કરાયું હતું.

ઉચ્છલ આઈસીડીએસ ઘટક હેઠળ આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય આશય મહિલાઓમાં ‘નારી અદાલત’ અંગે જાગૃતિ લાવવાનો, મહિલા સશક્તિકરણ તેમજ પોષણ અંગેની માહિતી પહોંચાડવાનો હતો. આ પ્રસંગે મંત્રીશ્રીના હસ્તે લાભાર્થીઓ તથા સગર્ભા-ધાત્રી માતાઓને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

નોંધનીય છે કે, બાળકના જન્મના પ્રથમ કલાકમાં અપાતું માતાનું પ્રથમ દૂધ બાળક માટે કુદરતી રસી સમાન છે, જે તેને ગંભીર રોગો સામે લડવાની અદ્ભુત રોગપ્રતિકારક શક્તિ પૂરી પાડે છે.બાળકના શારીરિક અને માનસિક વિકાસ માટે શરૂઆતના ૬ મહિના સુધી માત્ર ને માત્ર સ્તનપાન જ કરાવવું અત્યંત આવશ્યક છે, કારણ કે માતાના દૂધમાં શિશુ માટે જરૂરી તમામ પોષક તત્વો અને પાણી યોગ્ય પ્રમાણમાં હોય છે. જે અંગે પણ કાર્યક્રમમાં માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યુ હતુ.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સભ્ય તથા ઉચ્છલ સુમુલ ડેરીના ડિરેક્ટર જાલમસિંહ વસાવા, મામલતદાર શુભમસિંહ રાઠોર, તાલુકા પંચાયત પ્રમુખ નિલેશભાઈ ઢોડિયા, મહિલા અને બાળ વિકાસ સમિતિના અધ્યક્ષ રવિલાબેન ગામીત, ઇન્ચાર્જ પ્રોગ્રામ ઓફિસર અને વ્યારા સીડીપીઓશ્રી જાસ્મિનાબેન ચૌધરી સહિત આંગણવાડી, મહિલા સુરક્ષા અને આરોગ્ય વિભાગ સાથે સંકળાયેલો સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!