શિવમ્ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સત્ય સાંઈ સ્કૂલ્સ મહુવાસના પટાંગણમાં સ્વાતંત્ર્યદિનની ઉજવણી કરવામાં આવી.
યંગ ગુજરાત ન્યૂઝ ડીજીટલ ટીમ વાંસદા (નવસારી)

તા.15 ઓગસ્ટ 2026 ના રોજ શિવમ્ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સત્ય સાંઈ સ્કૂલ્સના પટાંગણમાં 80 મો સ્વાતંત્ર્ય દિવસ ખૂબ જ ઉત્સાહ, આનંદ અને દેશભક્તિની ભાવના સાથે ઉજવવામાં આવ્યો. આ પવિત્ર પ્રસંગે મુખ્ય મહેમાન ઉપપ્રમુખ તાલુકા પંચાયત અધ્યક્ષ શ્રી અજયભાઈ ગામિત સાહેબ, મનપુર હાઈસ્કુલના ભૂતપૂર્વ આચાર્ય શ્રી મણિલાલભાઈ ભોયા સાહેબ, કોન્ટ્રાક્ટર શ્રી ભાવિનભાઈ, મહેમાનશ્રી ઓ , સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી ડૉ.કમલેશ સિંહ ઠાકોર સાહેબ, આચાર્યશ્રી, શિક્ષકગણ, સ્ટાફ, વાલીમિત્રો તથા તમામ વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત સવારે મુખ્ય મહેમાન ઉપપ્રમુખ તાલુકા પંચાયત અધ્યક્ષશ્રી અજયભાઈ ગામિત સાહેબ ના હસ્તે ધ્વજવંદન કરી અને રાષ્ટ્રગાન સાથે કરવામાં આવી. રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવતા સમગ્ર પરિસરમાં દેશભક્તિનું વાતાવરણ છવાઈ ગયું હતું. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સ્વાતંત્ર્ય સંગ્રામના મહાન સેનાનીઓ અને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી.
આ પ્રસંગે સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી ડૉ.કમલેશ સિંહ ઠાકોર સાહેબ એ સ્વાતંત્ર્ય દિવસની શુભેચ્છાઓ પાઠવી અને દેશની પ્રગતિમાં યુવાનોની મહત્વપૂર્ણ ભૂમિકા વિશે માર્ગદર્શન આપ્યું. તેમણે વિદ્યાર્થીઓને માત્ર પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે જ નહીં, પરંતુ સમાજ અને રાષ્ટ્રની સેવા માટે પણ સતત પ્રયત્નશીલ રહેવા પ્રેરણા આપી. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતો, ભાષણો, તથા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ દેશની એકતા, અખંડિતતા અને પ્રગતિ માટે પોતાનું યોગદાન આપવાનો સંકલ્પ લીધો. સમગ્ર કાર્યક્રમ ખૂબ જ શિસ્તબદ્ધ, પ્રેરણાદાયી અને દેશભક્તિમય વાતાવરણમાં યોજાયો. અંતે ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો અને રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમનું ગૌરવપૂર્ણ સમાપન કરવામાં આવ્યું.
“દેશપ્રેમ માત્ર શબ્દોમાં નહીં, પરંતુ આપણી સેવા, ફરજ અને કર્મોમાં દેખાવો જોઈએ.”



