શિવમ્ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સત્ય સાંઈ સ્કૂલ્સ, મહુવાસ માં બ્રહ્માકુમારી સંસ્થાના સંયુક્ત ઉપક્રમે નશામુક્તિ જાગૃતિ કાર્યક્રમ યોજાયો.
યંગ ગુજરાત ન્યૂઝ ડીજીટલ ટીમ વાંસદા (નવસારી)

શિવમ્ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સત્ય સાંઈ સ્કૂલ્સ, મહુવાસ માં ‘નશામુક્ત ભારત અભિયાન’ અંતર્ગત બ્રહ્માકુમારી સંસ્થાના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓ માટે પ્રેરણાત્મક અને જાગૃતિસભર કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કાર્યક્રમમાં પ્રેરક વક્તા તરીકે બ્રહ્માકુમારી સંસ્થાના ડો. કિશોરભાઈ નાયક તથા તેમની સાથે સતિષભાઈ નાયક ઉપસ્થિત રહ્યાં હતા. ડો. કિશોરભાઈ નાયકે વિદ્યાર્થીઓને નશાના વિવિધ સ્વરૂપો અંગે વિસ્તૃત અને અસરકારક માર્ગદર્શન આપ્યું હતું. તેમણે સ્થૂળ નશા તેમજ સૂક્ષ્મ નશા શું છે. નશાની વ્યક્તિના શારીરિક, માનસિક, સામાજિક અને શૈક્ષણિક જીવન પર થતી અસરો તથા નશાથી દૂર રહેવાના ઉપાયો અંગે ઉદાહરણો સાથે સમજણ આપી હતી. તેમણે ખાસ ભારપૂર્વક જણાવ્યું હતું કે, નશામુક્ત યુવા એ જ મજબૂત રાષ્ટ્રનો આધાર છે. ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવામાં યુવાનોની ભૂમિકા મહત્વપૂર્ણ છે અને જો યુવા શક્તિ નશાથી મુક્ત, સ્વસ્થ, સંયમી સકારાત્મક વિચારો ધરાવતી હશે તો જ ‘નશામુક્ત ભારત’થી વિકસિત ભારત’ તરફની યાત્રા વધુ મજબૂત બનશે. વિદ્યાર્થીઓએ નશાથી દૂર રહી સ્વસ્થ તથા શિસ્તબદ્ધ જીવન જીવવાનો સંદેશ મેળવ્યો હતો. આ પ્રસંગે શિવમ્ એજ્યુકેશન ટ્રસ્ટ ના મેનેજીંગ ટ્રસ્ટી ડૉ.કમલેશ સિંહ ઠાકોર સાહેબ, પ્રિન્સિપાલ તથા તમામ સ્ટાફ ઉપસ્થિત રહ્યાં હતા. કાર્યક્રમના અંતે શાળા પરિવાર દ્વારા બ્રહ્માકુમારી સંસ્થા તથા ઉપસ્થિત મહાનુભાવોનો આભાર વ્યક્ત કરાયો હતો.



