દશેરા પર્વે માંડવી પોલીસ સ્ટેશનમાં શસ્ત્રપૂજન, ફરજ અને કર્તવ્યનિષ્ઠાનો સંકલ્પ વ્યક્ત કર્યો
કિરણ ચૌધરી બ્યુરો સુરત.યંગ ગુજરાત ડિજીટલ ન્યૂઝ.

શેરા પર્વે માંડવી પોલીસ સ્ટેશનમાં શસ્ત્રપૂજન, ફરજ અને કર્તવ્યનિષ્ઠાનો સંકલ્પ વ્યક્ત કર્યો
PI જે. એસ. વળવી, મદદનીશ પોલીસ અધિક્ષક અક્ષેશ એન્જિનિયર અને મહિલા PSI કે. વી. પટેલ સહિત પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો
માંડવી: વિજયાદશમી એટલે કે દશેરાના પવિત્ર પર્વ નિમિત્તે માંડવી પોલીસ સ્ટેશન ખાતે પરંપરાગત શસ્ત્રપૂજન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે પોલીસ વિભાગમાં ફરજ દરમિયાન ઉપયોગમાં લેવાતાં શસ્ત્રોનું વિધિવત્ પૂજન કરવામાં આવ્યું હતું.
માંડવી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર (PI) જે. એસ. વળવીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં મદદનીશ પોલીસ અધિક્ષક અક્ષેશ એન્જિનિયર, મહિલા પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI) કે. વી. પટેલ સહિત પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
દશેરાના પર્વે શસ્ત્રપૂજન કરવાની પરંપરા શક્તિ, સાહસ અને અનિષ્ટ પર વિજયનું પ્રતીક માનવામાં આવે છે. પોલીસ વિભાગ માટે શસ્ત્રો કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારીનું પ્રતીક છે. આ પ્રસંગે જનતાની સુરક્ષા, શાંતિ અને કાયદો-વ્યવસ્થા જાળવવાની ફરજ પ્રત્યેની નિષ્ઠા અને પ્રતિબદ્ધતાનો સંદેશ વ્યક્ત કરવામાં આવ્યો હતો.




