સુરત

મહેસૂલ રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાએ જામણકુવા ગામે આદિવાસી પરિવારના આંગણે ભોજન લઈ આત્મીય સંવાદ સાધ્યો.

માહિતી બ્યુરો સુરત તથા કિરણ ચૌધરી યંગ ગુજરાત ડિજીટલ ન્યૂઝ

૦મહેસૂલ રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાએ જામણકુવા ગામે આદિવાસી પરિવારના આંગણે ભોજન લઈ આત્મીય સંવાદ સાધ્યો

પરંપરાગત આદિવાસી વાનગીઓનો આસ્વાદ માણી ગ્રામજનો સાથે પારિવારિક સંવાદ કર્યો

માંડવી-૧૭૫ વિધાનસભા મતવિસ્તારના ૭૨ કલાકના પ્રવાસ કાર્યક્રમ દરમિયાન રાજ્યના મહેસૂલ રાજ્યમંત્રીશ્રી સંજયસિંહ મહિડાએ માંડવી તાલુકાના જામણકુવા ગામે આદિવાસી સામાન્ય પરિવારના શ્રી પ્રકાશભાઈ ચૌધરીના નિવાસસ્થાને આત્મીય મુલાકાત લીધી હતી. આ પ્રસંગે મંત્રીશ્રીએ પરિવારજનો સાથે સહજ સંવાદ સાધી તેમના સુખ-દુઃખ, રોજિંદા જીવન અને ગ્રામ્ય જીવનની વિવિધ બાબતો જાણી હતી.
આ મુલાકાત દરમિયાન મંત્રીશ્રીએ પરિવારના સભ્યો સાથે એક જ પંગતે બેસીને સાદું અને પરંપરાગત આદિવાસી ભોજન લીધું હતું. આદિવાસી સંસ્કૃતિની આગવી ઓળખ સમાન દેશી વાનગીઓનો આસ્વાદ માણ્યો હતો.
આ પ્રસંગે માંડવીના ધારાસભ્યશ્રી કુંવરજી હળપતિ તેમજ જામણકુવા ગામના સરપંચ અને ગ્રામ પંચાયતના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પણ પરિવાર સાથે ભોજન લીધું હતું. ત્યારબાદ મંત્રીશ્રી અને ધારાસભ્યશ્રીએ ગ્રામજનો સાથે આત્મીય સંવાદ સાધી સ્થાનિક પ્રશ્નો, ગામના વિકાસ અને લોકજીવનને લગતી બાબતો અંગે જાણકારી મેળવી હતી.
મંત્રીશ્રીની આ સહજ અને આત્મીય મુલાકાતથી આદિવાસી પરિવાર સહિત ગ્રામજનોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. સામાન્ય પરિવારના આંગણે બેસીને સ્થાનિક પરંપરાગત ભોજન માણવાની આ મુલાકાતે લોકસંપર્કની સાદગી અને આત્મીયતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!