ડો.નિરવ ભુલાભાઇ પટેલ દ્વારા ધરમપુર તાલુકાના ખારવેલ ગામે અકસ્માતમા લકવાગ્રસ્ત ઠાકોર વિનોદભાઈની દિવાળી નિમિતે મુલાકાત લઇ અનાજ કરિયાણું આપ્યું.
ગુજરાત ન્યૂઝ ડીજીટલ ટીમ .ધરમપુર

ધરમપુર તાલુકાના ખારવેલ ગામે પેલાડ ફળીયામા રહેતા વિનોદભાઈ નવસુભાઈ ઠાકોર અકસ્માતમા અનેક મણકાના ફ્રેક્ચર થતા છેલ્લા 5 વર્ષથી પથારીવશ થઇ જતા પરિવારની હાલત ખુબ જ કફોડી બની હતી.આ પરિસ્થિતિની જાણ ઓઝરપાડાના યુવાન અમિત પટેલે સમસ્ત આદિવાસી સમાજના દક્ષિણ ગુજરાતના પ્રમુખ અને ખેરગામના જાણીતા ગોલ્ડ મેડલિસ્ટ સર્જન ડો.નિરવ ભુલાભાઇ પટેલને કરતા ડો.નિરવ પટેલે પરિવારની મુલાકાત લઇ એક મહિનો ચાલે એટલું અનાજ પુરૂ પાડ્યું હતું.આ પ્રસંગે ડો.નિરવ ભુલાભાઇ પટેલે મીડિયા સાથેની વાતચીતમા જણાવ્યું હતું કે,પરિવારમા 90 વર્ષની વૃદ્ધ માતા અને પતિની થાક્યા વગર સેવા કરી રહેલ પત્નિ ખરેખર ધન્યવાદને પાત્ર છે.આ પરિવારને મદદની ખુબ જરૂર છે માટે જો કોઈએ મદદરૂપ થવું હોય તો સ્થાનિક આગેવાન અમીત પટેલને 9727375197 નંબર પર ફોન કરીને રૂબરૂ મુલાકાત કરી મદદરૂપ થઇ કોઈની જિંદગીમા દિવાળી લાવી શકો છો.આ પ્રસંગે સામાજિક આગેવાન વિજય કટારકર,કાર્તિક,કૃણાલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.