ડાંગ કલેક્ટર શ્રી એન. ડી. પરમારના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન-વ-ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ:
(ડાંગ માહિતી બ્યુરો): & SIVAJIKAVAR

(ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૧૮: ડાંગ જિલ્લા સેવા સદન, આહવા ખાતે જિલ્લા કલેક્ટર શ્રી એન. ડી. પરમારના
અધ્યક્ષ સ્થાને 'જિલ્લા સંકલન-વ-ફરિયાદ સમિતિ'ની બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી વ ડાંગ જિલ્લા ધારાસભ્ય શ્રી વિજયભાઇ પટેલે લોકોને
જાતીના દાખલા, પેઢીનામું કઢાવવાં અંગે પડતી મુશ્કેલીઓનું નિરાકરણ લાવવા જણાવ્યું હતુ. તેમજ આહવા સિવિલ
હોસ્પિટલમાં કાયમી ગાયનેક ડોક્ટરની ઉપલબ્ધિ સુનિચ્છિત કરવા સાથે વર્ષો જુના જંગલ જમીનના પ્રશ્નોનું નિરાકરણ
કરવા અંગે વન વિભાગના અધિકારીશ્રીઓને જણાવ્યું હતું.
આ ઉપરાંત વિદ્યાર્થીઓના પ્રશ્નો, આંગણવાડીના પ્રશ્નો અને અંતરિયાળ વિસ્તારોમાં બસ સેવા શરૂ કરવા તેમજ માળગા
ગામને સુબીર પોલીસ સ્ટેશનમાં સમાવેશ કરવા અંગે રજુઆત કરી હતી.
ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રાજેશભાઇ ગામીતે પણ ત્વરિત જંગલ જમીનના પ્રશ્નો અંગેનું નિરાકરણ લાવી વન
વિભાગ અને સ્થાનિક લોકો વચ્ચેનું ધર્ષણ કેવી રીતના અટકાવી શકાય તે દિશામાં કાર્યવાહી કરવા સાથે લાયક દાવેદારોને
જમીન ફાળવણી કરવા અંગે અધિકારીશ્રીઓને જણાવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા કલેક્ટર શ્રી એન.ડી.પરમારે તેમના ક્ષેત્રીય પ્રવાસ દરમિયાન જોયેલી બેઠકોમાં જાણવા મળેલ વહીવટી
ક્ષતિઓની પૂર્તતા કરવા, અને ગ્રામીણ પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવવા વિવિધ વિભાગના અમલીકરણ અધિકારીઓને
સૂચના આપી હતી.
બેઠક દરમિયાન કલેક્ટરશ્રીએ ગ્રામીણ વિસ્તારોમાં એસ.ટી. બસ સેવાઓ સુદ્રઢ કરવા, છેવાડાના નાગરિકોને પરિવહનની
મુશ્કેલી ન પડે તે સુનિશ્ચિત કરવા, આંગણવાડીઓમાં પ્રાથમિક સુવિધાઓ આપવા તેમજ તમામ સી.એચ.સી. અને
પી.એચ.સી. કેન્દ્રો પર પૂરતી દવાઓનો જથ્થો ઉપલબ્ધ કરાવવા સાથે આરોગ્ય કેન્દ્રોમાં સ્વચ્છતા જાળવવા જણાવ્યું હતું.
આ ઉપરાંત લવચાલી-પીપલાઈદેવી માર્ગના અવરોધના કારણે બસ સેવા શરૂ કરવા જણાવ્યું હતું.



