તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના ચુનાવાડી ગામે જિલ્લા વિકાસ અધિકારી શ્રી રામ નિવાસ બુગાલિયા મુલાકાત લઈ વિવિધ કામગીરીની સમીક્ષા કરી
યંગ ગુજરાત ન્યૂઝ ડીજીટલ ટીમ ડોલવણ (તાપી)

તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના ચુનાવાડી ગામે જિલ્લા વિકાસ અધિકારી શ્રી રામ નિવાસ બુગાલિયા મુલાકાત લઈ વિવિધ કામગીરીની સમીક્ષા કરી
આરોગ્ય, શિક્ષણ, આંગણવાડી અને ગ્રામ પંચાયતની કામગીરીનું સ્થળ પર નિરીક્ષણ કરી સંબંધિતોને આપ્યું જરૂરી માર્ગદર્શન
તાપી જિલ્લા વિકાસ અધિકારી શ્રી રામ નિવાસ બુગાલિયા એ ડોલવણ તાલુકાના અંતરિયાળ ચુનાવાડી ગામની મુલાકાત લઈને આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક શાળા, આંગણવાડી કેન્દ્ર અને ગ્રામ વિકાસ સાથે સંકળાયેલી વિવિધ કામગીરીની સ્થળ પર સમીક્ષા કરી હતી. ચુનાવાડી ખાતે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જીલ્લા વિકાસ અધિકારી શ્રીએ સગભૉ , ધાત્રી, દર્દીઓને ઉપલબ્ધ આરોગ્ય સેવાઓ,પશુ ચિકિત્સા કેન્દ્ર ની પણ મુલાકાત લીધી હતી વિવિધ સુવિધાઓ અને કેન્દ્રની કામગીરી અંગે માહિતી મેળવી સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ત્યારબાદ ગ્રામ પંચાયત કચેરી ખાતે નાણા પંચ હેઠળ હાથ ધરાયેલા ,નવા તૈયાર થઈ રહેલા ગ્રામપંચાયત મકાન ની પણ મુલાકાત લીધી હતી. વિકાસકાર્યોની પ્રગતિની સમીક્ષા કરી કામગીરી ગુણવત્તાયુક્ત તથા સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.
ચુનાવાડી ગામની પ્રાથમિક શાળામાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી એ શૈક્ષણિક કામગીરી, વિદ્યાર્થીઓની હાજરી અને શિક્ષણ વ્યવસ્થાનું અવલોકન કરીને શિક્ષણની ગુણવત્તા વધુ સુદૃઢ બને તે માટે શિક્ષકોને માર્ગદર્શન આપ્યું હતું . વિધાર્થીઓની સાથે ગણીત ના દાખલા ગણાવતા એમણે કહ્યું હતું કે આખા તાપી જિલ્લામાં પ્રથમવાર આવા વિધાર્થી ઓ મળ્યા છે.જે ગણિત માં સારું શિક્ષણ મળ્યું છે.કહેતા આનંદિત થઈ ગયા હતાં આ ઉપરાંત ચુનાવાડી ગામની આંગણવાડી કેન્દ્રમાં બાળકોના પોષણ, પ્રિ-સ્કૂલ શિક્ષણ પ્રવૃત્તિઓ, દૂધ સંજીવની યોજનાઓનો લાભ પ્રત્યેક બાળકોને મળી રહે છે કે કેમ તે અંગે નિરીક્ષણ કરીને કેન્દ્રની કામગીરીની સમીક્ષા કરીને સંબંધિત કર્મચારીઓને જરૂરી સૂચનો કર્યા હતા. સમગ્ર કાર્યક્રમમાં ગામના પ્રગતિશીલ પ્રથમ નાગરિક શ્રીમતી છાયાબેન કૌશિક ભાઈ ચૌધરી.તાલુકા વિકાસ અધિકારી શ્રી, તાલુકા શિક્ષણ અધિકારી શ્રી, શાળા શિક્ષકગણ, તલાટીક્રમંત્રીશ્રી કલ્પેશભાઈ ગામીત,આઈ.સી.ડી.એસ વિભાગ ના સી.ડી.પી.ઓશ્રી, ગામના આગેવાનો,આગેવાનશ્રી કૌશિક ભાઈ ચૌધરી આ સમગ્ર મુલાકાત દરમિયાન સંબંધિત વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રાથમિક શાળા ચુનાવાડી ના વિધાર્થીઓથી પ્રભાવિત.. તૂટેલી આંગણવાડીઓ વહેલી તકે નવી બનાવવા અધિકારીઓને સૂચના આપતા : જિલ્લા વિકાસ અધિકારીશ્રી રામ નિવાસ બુગાલિયા




