નવસારી

ગણદેવી સુગરની ચૂંટણીમાં જયંતિપટેલ ની સમન્વય પેનલનો : ૧૧ બેઠકો ઉપર ઝળહળતો વિજય થયો

પ્રિતેશ પટેલ નવસારી

ગણદેવી સુગર ફેક્ટરી ની અંદર 16 સીટો માટે જે ડિરેક્ટરોનું ઇલેક્શન થયું એની અંદર સમન્વય પેનલની 11 સીટો તથા સહકાર પેનલ ની ચાર સીટો તથા એક અપક્ષ ની સીટો વિજય મેળવ્યો હતો આ બધી સીટોમાં બે મહિલાની સીટો હતી જે સમન્વય પેનલના ફાળે ગઈ હતી જેથી સમન્વય પેનલ નો ભવ્ય વિજય થયો .

દક્ષિણ ગુજરાતની સહકારી ,સામાજિક ,રાજનીતિમાં ખુબ જ મહત્વનું આગવું  સ્થાન ધરાવતી ગણદેવી સુગર ફેક્ટરીની સામાન્ય ચૂંટણી  રવિવારના રોજ યોજાયેલી વ્યવસ્થાપક મંડળ ની ચૂંટણી માં સાંજે સુધી પરીણામ આવતા સમન્વય પેનલ ૧૧ બેઠક પર કબજો જમાવી લીધો હતો. ચૂંટણીને લઈને સમગ્ર નવસારી જિલ્લાના સહકારી રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો હતો. ખેડૂતોના મત કોના પક્ષે જશે અને ગણદેવી સુગરનું સુકાન આગામી સમયમાં કોના હાથમાં રહેશે, તેને લઈને સહકારી વર્તુળોમાં ચર્ચાનો  દોર જોવા મળ્યો હતો.

રણજિત પટેલ બિન હરીફ હતા. બિન ઉત્પાદક બ વર્ગ માં સમન્વય પેનલ નાં ગોપાળ ગોહિલ ને ૧૭૫ મતો મળતા ૩૦ મતે વિજેતા થયા હતા. વિભાગ-૪ માં સહકાર પેનલ નાં ચેતન જીવણ પટેલ ૨૮૨ મતો મેળવી ૧૫૫ મતે જ્વલંત વિજયી થયા હતા. વિભાગ- ૫ માં સહકાર પેનલ નાં અરુણ પટેલ ૨૩૮ મતો મેળવી ૯૪ મતે જ્વલંત વિજયી થયા હતા. વિભાગ ૬ માં સમન્વય પેનલ નાં અમિત પટેલ ૩૭૮ મતો મેળવી ૨૧૬ મતે જવલંત વિજયી થયા હતા. વિભાગ- ૭ માં સહકાર પેનલ નાં કલ્પેશ પટેલ ને ૨૭૬ મળતા તેનો ૩૭ મતે વિજયી થયા હતા.

વિભાગ ૮ માં અપક્ષ ઉમેદવાર હિતેશ કલ્યાણજી પટેલ એ ૧૮૯ મત મેળવી ૪૨ મતે વિજય નોંધાવી મોટો ઉલટફેર છે કર્યો હતો.  ફટાકડા ની આતશબાજી વચ્ચે સમર્થકો જીતને ઉત્સાહ ભેર સૌ ખેડુતો એ વધાવી હતી.  વિભાગ ૯ માં સમન્વય પેનલ નાં નટુભાઈ ધીરુભાઈ પટેલ ને ૨૧૯ મત મળતા ૧૨૯ મતે વિજય થયા હતા. વિભાગ ૧૦ માં સમન્વય પેનલ નાં કમલ શાંતિલાલ પટેલ વિજયી થયા હતા.

પ્રથમ બેઠકનું પરિણામ જાહેર થયું હતું. જેમાં સમન્વય પેનલના રાજાભાઈ ઉર્ફે રાજેશ પટેલ ને  ખુબ જ રસાકસી વચ્ચે બે મત વધારે 77 મળતા વિજય થયો હતો.

વિભાગ ૧૧ માં સમન્વય પેનલ નાં અલ્પેશ દેસાઈ ને ૩૧૮ મત મળતા ૨૫૯ ની લીડ સાથે વિજય, વિભાગ ૧૨ માં સમન્વય પેનલ નાં રાજેન્દ્રસિંહ પરમાર ને ૧૬૮ મત મળતા ૬ મતે વિજય વિજય, જ્યારે અનુસૂચિત અનામત બેઠક ઉપર વિરેન્દ્ર પટેલ ૫૭૬ મતે વિજયી બન્યા હતા. અને સમન્વય પેનલ ની બંને મહિલાઓ દીપિકા પટેલ અને મનીષા બેન પટેલ વિજયી થયા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!