કેન્દ્રીય જળ શક્તિ મંત્રીશ્રી સી.આર. પાટીલે નવસારી જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની મુલાકાત લઈ ભારે વરસાદની પરિસ્થિતિની સમીક્ષા કરી
માહિતી બ્યુરો, કચેરી, નવસારી & પ્રિતેશ પટેલ યંગ ગુજરાત ડિજીટલ ન્યૂઝ ટીમ ( નવસારી)

(નવસારી : શનિવાર) નવસારી જિલ્લામાં તેમજ ઉપરવાસ અને ડાંગ જિલ્લામાં પડી રહેલા અતિભારે વરસાદની
પરિસ્થિતિને પગલે કેન્દ્રીય જળ શક્તિ મંત્રીશ્રી સી.આર. પાટીલે આજે નવસારી જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની મુલાકાત
લઈ વરસાદની સ્થિતિ તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી રાહત, બચાવ અને પૂર્વ સાવચેતીની
કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરી હતી. આ બેઠકમાં રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત
રહ્યા હતા.
જિલ્લા કલેક્ટરશ્રી મનીષ ગુરવાનીએ કેન્દ્રીય મંત્રીશ્રી, આદિજાતિ વિકાસ મંત્રીશ્રી તથા ઉપસ્થિત મહાનુભાવોને
નવસારી જિલ્લામાં તેમજ ઉપરવાસમાં થયેલા ભારે વરસાદની સ્થિતિ અંગે વિગતવાર માહિતી આપી હતી. તેમણે
અંબિકા, કાવેરી અને પૂર્ણા નદીના જળસ્તર તથા ઇન્ફ્લોની સ્થિતિનું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સતત મોનિટરિંગ
કરવામાં આવી રહ્યું હોવાનું જણાવ્યું હતું.
ક્લેક્ટરશ્રીએ નવસારી જિલ્લામાં હાલમાં પાણી ભરાયેલા વિસ્તારોની સ્થિતિ, રાહત અને બચાવ કામગીરી તેમજ
સુરક્ષાના ભાગરૂપે આશ્રયસ્થાનોમાં તથા સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાયેલા અંદાજે ૧૧,૫૦૦થી વધુ વ્યક્તિઓની
વિગતવાર માહિતી પણ રજૂ કરી હતી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખી જરૂરી તમામ
તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
નવસારી જિલ્લા કલેક્ટરશ્રીએ ખાસ કરીને જણાવ્યું હતું કે ભારતીય હવામાન વિભાગની આગાહી મળતાં
પહેલાંથી જ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજનબદ્ધ રીતે નીચાણવાળા વિસ્તારોમાં સ્થળાંતરની કામગીરી હાથ
ધરવામાં આવી હતી.
આ કામગીરીમાં નવસારી જિલ્લાના અસરગ્રસ્તો ગામોમાં રેસ્ક્યુ ટીમ બનાવી હતી જેમાં રેવન્યુ તલાટી ,પંચાયત
તલાટી ,શીક્ષક અને પોલીસ કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવ્યા હતા જેઓ નાગરિકોને સ્થળાંતર કરવામાં મુખ્ય
ભૂમિકા ભજવી હતી .
આ કામગીરીમાં સ્થાનિક પદાધિકારીઓ,સ્થાનિક જનપ્રતિનિધિઓ તથા વહીવટી તંત્રના વિવિધ વિભાગોના
અધિકારીઓ-કર્મચારીઓ સરાહનીય કામગીરી કરેલ હતી .
કેન્દ્રીય જળ શક્તિ મંત્રીશ્રી સી.આર. પાટીલ તથા આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલે જિલ્લા વહીવટી
તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી આગોતરી આયોજનબદ્ધ કામગીરી, સતત મોનિટરિંગ, સમયસર સ્થળાંતર અને
અસરકારક સંકલનની પ્રશંસા કરી હતી તેમજ આગામી દિવસોમાં પણ નાગરિકોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી
કામગીરી ચાલુ રાખવા સૂચના આપી હતી.
બેઠકમાં નવસારી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી નિરાલીબેન નાયક , નવસારી ધારાસભ્યશ્રી રાકેશભાઈ દેસાઈ ,
જિલ્લા વિકાસ અધિકારીશ્રી કાર્તિક જીવાણી, મ્યુનિસિપલ કમિશનરશ્રી જયેશ ઉપાધ્યાય, નિવાસી અધિક કલેક્ટરશ્રી જે.
એન. લિખિયા, સ્થાનિક પદાધિકારીઓ તથા વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા
જિલ્લા વહીવટી તંત્રની પૂર્વ આયોજનબદ્ધ કામગીરીને બિરદાવી
અસરગ્રસ્ત ગામોમાં રેવન્યુ, પંચાયત, શિક્ષણ અને પોલીસ વિભાગની સંયુક્ત રેસ્ક્યુ ટીમોએ સ્થળાંતર કામગીરી સફળ
બનાવી નદીના જળસ્તરથી લઈ સ્થળાંતર સુધીની સ્થિતિ અંગે કલેક્ટરશ્રી મનીષ ગુરવાનીએ કરી વિસ્તૃત રજૂઆ




