નવસારી

વાંસદાની આંગડીયા પેઢીમાં ૧૨.૫૦ લાખની ચોરીનો ભેદ ઉકેલાયો

યંગ ગુજરાત ડિજીટલ ન્યૂઝ ટીમ વાંસદા ( નવસારી)

વાંસદા.તા.૩૧ નવસારી જિલ્લાના વાંસદા બજારમાં આવેલી રમેશકુમાર અંબાલાલની આંગડીયા પેઢીમાં ગત ૨૦ જુલાઈના રોજ ધોળા દિવસે કર્મચારીઓની નજર ચૂકવી રૂ. ૧૨.૫૦ લાખની ચકચારી ચોરી થઈ હતી.સફેદ સિયાઝ કારમાં આવેલા બદમાશો ધરમપુર ખાતે આંગડીયું કરવાના બહાને પેઢીનો સ્લાઇડર દરવાજો ખોલી રોકડા રૂપિયા ચોરી ફરાર થઈ ગયા હતા.આ ગંભીર ગુનાનો ભેદ ઉકેલવા સુરત રેન્જ આઈ.જી. પ્રેમ વીર સિંહ અને નવસારી એસ.પી. રાહુલ પટેલની સૂચનાથી નવસારી એલ.સી.બી. અને વાંસદા પોલીસની ટીમો કાર્યરત થઈ હતી.પોલીસે સીસીટીવી ફૂટેજ

અને ટેકનિકલ એનાલિસિસના આધારે તપાસ હાથ ધરી હતી.એલસીબીના પીએસઆઈ એમ.બી. ગામીત અને તેમની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે ગુનામાં વપરાયેલી સફેદ સિયાઝ કાર બારડોલી તરફથી વાંસદા આવી રહી છે, જેના આધારે પોલીસે ભીનાર ત્રણ રસ્તા પાસે નાકાબંધી કરીને કારને રોકી હતી.પોલીસે કારમાંથી મુખ્ય સૂત્રધાર સોપારામ ઉર્ફે સંતોષ ચૌધરી (રહે. નવી મુંબઈ, મૂળ રાજસ્થાન) અને નરેશ ભગવાનદાસ વૈષ્ણવ (રહે. રાજસ્થાન)ને દબોચી લીધા હતા.આરોપીઓ પાસેથી એક ગેરકાયદેસર દેશી પિસ્તોલ, મેગ્ઝીન અને ૫ જીવતા કારતૂસ મળી આવતા પોલીસે આર્મ્સ એક્ટ

હેઠળ અલગ ગુનો નોંધ્યો હતો.આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે, વાંસદાના જ નવા ફળિયામાં રહેતા મોહમદતસ્લીમ કલીમભાઇ રાઇને આંગડીયા પેઢીની રેકી કરીને બદમાશોને ટીપ આપી હતી, જેથી પોલીસે સ્થાનિક સાગરીત મોહ મદતસ્લીમની પણ ધરપકડ કરી છે. પોલીસે આ ઓપરેશન દરમિયાન ચોરીના રોકડા રૂ. ૩ લાખ, ગુનામાં વપરાયેલી સિયાઝ કાર તથા એક યિા કાર, પિસ્તોલ અને મોબાઈલ મળી કુલ રૂ. ૧૯.૬૭લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પકડાયેલ મુખ્ય આરોપી સોપારામ સામે ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં ચોરી, લૂંટ સહિતના ૧૬ ગુના નોંધાયેલા છે, જ્યારે સ્થાનિક આરોપી મોહમદતસ્લીમ પણ અગાઉ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આ ગુનામાં સંડોવાયેલા અન્ય બે આરોપીઓ રાજારામ ચૌધરી અને ત્રિભુવનસીંગ દેવલને વોન્ટેડ જાહેર કરાયા છે. ગણતરીના દિવસોમાં આ મોટી ચોરીનો ભેદ ઉકેલવામાં એલ.સી.બી. પી.આઈ. વી.જે.જાડેજા, વાંસદા પી.આઈ. જે.વી.ચાવડા અને તેમની ટીમને સફળતા મળી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!