Valsad

તીઘરા ઉગમણા ફળિયામાં ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિની ભવ્ય ઉજવણી.

યંગ ગુજરાત ન્યૂઝ ડિજીટલ ટીમ વલસાડ

તીઘરા ઉગમણા ફળિયા ખાતે આદિવાસી સમાજના ક્રાંતિવીર અને જનનાયક ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે તેમની તસવીરને હાર-તોરા અર્પણ કરી ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે મુખ્ય આયોજક તેમજ સરપંચ ઉમેદવાર મુકેશભાઈ પટેલ દ્વારા સમગ્ર કાર્યક્રમનું ખૂબ જ સુંદર અને સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં દક્ષિણ ગુજરાતના યુથ લીડર અને ગોલ્ડ મેડલિસ્ટ સર્જન ડો. નિરવ ભુલાભાઇ પટેલે આ સફળ આયોજન બદલ સૌને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ભગવાન બિરસા મુંડાના જીવન અને આદર્શોને યાદ કરીને સમાજના નવયુવાનોને સમાજ અને દેશના વિકાસ માટે એકજૂથ થવા હાકલ કરી હતી.
આ ઉજવણીમાં જનકભાઈ, પ્રવિણભાઈ,દિવ્યેશભાઈ (બીલીમોરા),દશરથભાઈ,ચંપકભાઈ,કેતનભાઈ,રવિભાઈ,જતીનભાઈ,સંદીપભાઈ,રાજ,તરુણ,અમિત,સંજય,અશ્વિન,સવિતાબે,કિરણ,ધર્મેશ સહિતના સૌ ગ્રામજનો અને યુવાનોએ ઉત્સાહભેર ભાગ લઈ આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!