નવસારી

ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે નવસારીના સાતેમ ખાતે જનજાતીય ગૌરવ સપ્તાહ અંતર્ગત યુવા સભા યોજાઈ

માહિતી બ્યુરો નવસારી નવસારી, અને યંગ ગુજરાત ન્યૂઝ એન્ડ ડિજીટલ પ્રિતેશભાઈ પટેલ નવસારી,

ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે નવસારીના સાતેમ ખાતે જનજાતીય ગૌરવ સપ્તાહ અંતર્ગત યુવા સભા યોજાઈ:
**

આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ અને યુવાનોની પ્રગતિ માટે સરકાર કટિબદ્ધઃ નાયબ મુખ્ય દંડકશ્રી વિજયભાઈ પટેલ

આદિવાસી સમાજના ગૌરવશાળી ઇતિહાસ, સંસ્કૃતિ અને પરંપરાઓનું જતન કરી નવી પેઢીને વારસાથી જોડવાનો

અનુરોધ: શિક્ષણ, રમતગમત સહિત વિવિધ ક્ષેત્રોમાં સિદ્ધિ મેળવનાર આદિવાસી યુવા પ્રતિભાઓનું મહાનુભાવોના હસ્તે સન્માન:

*

નવસારી, શુક્રવાર : ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ સપ્તાહની ઉજવણીના
ભાગરૂપે નવસારી તાલુકાના સાતેમ પ્રાથમિક શાળા ખાતે પ્રારંભ નાયબ મુખ્ય દંડકશ્રી વિજયભાઈ પટેલના અધ્યક્ષસ્થાને
યુવા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આદિવાસી પરંપરા અને સંસ્કૃતિને ઉજાગર કરતા સાંસ્કૃતિક નૃત્ય દ્વારા
મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે નાયબ મુખ્ય દંડકશ્રી વિજયભાઈ પટેલે આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ અને યુવાનોની પ્રગતિ
અંગે પ્રેરક માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા જનજાતીય
સમાજના ઉત્થાન માટે અનેક વિકાસલક્ષી યોજનાઓ અને પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. આદિવાસી વિસ્તારોમાં
શિક્ષણ, રોજગાર અને માળખાકીય સુવિધાઓના વિકાસ સાથે યુવાનોને વિવિધ ક્ષેત્રોમાં આગળ વધવાની નવી તકો મળી
રહી છે. યુવાનો શિક્ષણ અને રમતગમત સહિતના ક્ષેત્રોમાં પોતાની પ્રતિભા અને કૌશલ્ય દ્વારા સમાજ તથા દેશના
વિકાસમાં યોગદાન આપે તેવો તેમણે અનુરોધ કર્યો હતો.
નવસારીના પૂર્વ ધારાસભ્યશ્રી પિયુષભાઈ દેસાઈએ ભગવાન બિરસા મુંડાના જીવન, સંઘર્ષ અને
આદિવાસી સમાજના ઉત્થાન માટેના તેમના અમૂલ્ય યોગદાનને યાદ કરીને તેમના જીનવમાંથી પ્રેરણા લેવા સૌને અનુરોધ
કર્યો હતો. તેમણે જનજાતીય ગૌરવ સપ્તાહના માધ્યમથી આદિવાસી સમાજના ગૌરવશાળી ઇતિહાસ અને દેશના
વિકાસમાં તેમના યોગદાનને નવી પેઢી સુધી પહોંચાડવાના મહત્વ પર ભાર મૂક્યો હતો.
મહુડીના આદિવાસી સરપંચશ્રી હિતેનભાઈ પટેલે આદિવાસી સમાજના ઇતિહાસ, સંસ્કૃતિ અને પરંપરાઓ
અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. તેમણે યુવાનોને પોતાની સંસ્કૃતિ, પરંપરા અને મૂળ સાથે જોડાયેલા રહી સમાજના
વિકાસમાં સક્રિય યોગદાન આપવા અપીલ કરી હતી.
કાર્યક્રમ દરમિયાન શિક્ષણ, રમતગમત સહિત વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરનાર આદિવાસી
યુવાનોનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. યુવા પ્રતિભાઓની સિદ્ધિઓને બિરદાવી તેમને ભવિષ્યમાં
પણ વિવિધ ક્ષેત્રોમાં વધુ પ્રગતિ કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમના અંતે નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી મિત્તલબેન પટેલે સ્વાગત પ્રવચન દ્વારા ઉપસ્થિત મહાનુભાવો,
આગેવાનો અને યુવાનોનું અભિવાદન કર્યું હતું.

આ પ્રસંગે નવસારી પ્રાંત અધિકારી તૃપ્તિબેન પટેલ, તાલુકા પંચાયત પ્રમુખશ્રી હિતેશભાઈ પટેલ, સભ્યશ્રી
ઉમેશભાઈ, જિલ્લા પંચાયત સભ્યશ્રી દિનેશભાઈ, સાતેમ ગામના સરપંચશ્રી રમેશભાઈ પટેલ, શ્રી યોગેશભાઈ સહિતના
મહાનુભાવો, આગેવાનો, યુવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!