ડાંગ
ડાંગનું ગૌરવ: રાષ્ટ્રપતિના હસ્તે શ્રીમતી સંગીતાબેન અશોકભાઇ દેશમુખને રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના હસ્તે પ્રસંશા પત્ર એનાયત કરાયું
યંગ ગુજરાત ન્યૂઝ ડીજીટલ ટીમ ડાંગ

ડાંગનું ગૌરવ: રાષ્ટ્રપતિના હસ્તે વઘઈ તાલુકાના શ્રીમતી સંગીતાબેન દેશમુખનું બહુમાન :
ડાંગના ઘોડવહળ ગામની પાણી સમિતિ સભ્ય શ્રીમતી સંગીતાબેન અશોકભાઇ દેશમુખને રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના હસ્તે પ્રસંશા પત્ર એનાયત કરાયું :
“FTK-આધારિત પાણીની ગુણવત્તા દેખરેખમાં શ્રેષ્ઠતા દર્શાવતી મહિલા” તરીકે શ્રીમતી સંગીતાબેનની પસંદગી
રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના અધ્યક્ષ સ્થાને નવી દિલ્હીમાં યોજાયો ‘જલ મહોત્સવ ૨૦૨૬’
પાણીના પરીક્ષણ, સંચાલન અને અન્ય જાળવણી કાર્યોમાં સામેલ સેલ્ફ-હેલ્પ ગ્રુપ્સની કામગીરીને બિરદાવતાં રાષ્ટ્રપતિ
ભારત સરકારના જલ શક્તિ મંત્રાલય દ્વારા નવી દિલ્હી ખાતે આયોજિત ‘જલ મહોત્સવ-૨૦૨૬’ માં ડાંગ જિલ્લાએ રાષ્ટ્રીય ફલક પર ઝળહળતી સિદ્ધિ હાંસલ કરી છે. ડાંગના વઘઈ તાલુકાના ઘોડવહળ ગામની પાણી સમિતિના સભ્ય શ્રીમતી સંગીતાબેન અશોકભાઇ દેશમુખને આજરોજ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના હસ્તે પ્રશંસા પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા છે. ગ્રામીણ વિસ્તારોમાં ‘જલ જીવન મિશન’ હેઠળ શુદ્ધ પાણી પૂરું પાડવાના અભિયાનમાં શ્રીમતી સંગીતાબેને “FTK આધારિત પાણીની ગુણવત્તાની દેખરેખ” માં ઉત્કૃષ્ટ કાર્ય કરવા બદલ.




