ડાંગ

આહવા ખાતે સ્વરોજગારલક્ષી તાલીમાર્થીઓને ટૂલ કીટ્સનું વિતરણ, તરફ મહત્વપૂર્ણ પગલું

માહિતી વિભાગ & આહવા શિવાજી કવર

ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આદિજાતિ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર હસ્તક પ્રાયોજના વહીવટદારશ્રીની કચેરી, આહવા દ્વારા ન્યુ ગુજરાત પેટર્ન યોજના (વર્ષ ૨૦૨૫-૨૬) અંતર્ગત જિલ્લા રોજગાર કચેરી મારફત અમલમાં મુકાયેલી વિવિધ સ્વરોજગારલક્ષી તાલીમ યોજનાઓના લાભાર્થીઓને ટૂલ કીટ્સ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ તા. ૧૮ જૂન, ૨૦૨૬ના રોજ આદિવાસી સાંસ્કૃતિક ભવન, આહવા ખાતે યોજાયો હતો. કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના માનનીય નાયબ મુખ્ય દંડક તથા ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલના વરદ હસ્તે વિવિધ યોજનાકીય લાભાર્થીઓને ટૂલ કીટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું.સંકલિત આદિજાતિ વિકાસ પેટા યોજના અંતર્ગત જિલ્લા રોજગાર વિનીમય કચેરી, આહવા-ડાંગના સૌજન્યથી  દ્વારા સંચાલિત શિવણ તથા ફેશન ડિઝાઈનિંગ તાલીમ વર્ગ (વર્ષ ૨૦૨૫-૨૬)ના તાલીમાર્થીઓને પણ કીટ્સ અર્પણ કરવામાં આવી હતી. આ કીટ્સના માધ્યમથી તાલીમાર્થીઓને તાલીમ પૂર્ણ થયા બાદ સ્વરોજગાર શરૂ કરવામાં મદદ મળશે.કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા આદિવાસી યુવાનો અને મહિલાઓને કૌશલ્ય આધારિત તાલીમ સાથે જરૂરી સાધન-સામગ્રી ઉપલબ્ધ કરાવી તેમને આર્થિક રીતે સશક્ત બનાવવા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ટૂલ કીટ્સનું વિતરણ માત્ર સહાય નહીં પરંતુ આત્મનિર્ભર જીવન તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે.કાર્યક્રમમાં વિવિધ વિભાગોના અધિકારીઓ, તાલીમાર્થીઓ, લાભાર્થીઓ તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. લાભાર્થીઓએ સરકાર તથા આયોજકોનો આભાર વ્યક્ત કરી આ સહાયથી પોતાના વ્યવસાયને આગળ વધારવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!