ગુજરાતતાપી

તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના ચુનાવાડી પ્રા. શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૬ની ભવ્ય ઉજવણી

યંગ ગુજરાત ન્યૂઝ ડીજીટલ

યંગ ગુજરાત ન્યૂઝ ડીજીટલ: કન્યાકેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૬ અંતર્ગત આજરોજ ચુનાવાડી શાળા ,પ્રાથમિક શાળામાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન બાલવાટિકા તથા ધોરણ-૧માં પ્રવેશ મેળવનાર નાનાં ભૂલકાઓનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સાથે શાળાના તેજસ્વી અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે તાપી જિલ્લા પંચાયત ના ડોલવણ જીલ્લા પંચાયત ના સભ્ય શ્રીમતી ઉષાબેન બચુભાઈ કોંકણી તથા ડોલવણ તાલુકા પંચાયત ના સભ્ય શ્રીમતી નીતાબેન વિજયભાઈ કોંકણી તથા ગામના સરપંચ શ્રીમતિ છાયાબેન કૌશિક ભાઈ ચૌધરી હસ્તે વિદ્યાર્થીઓને બાલવાટિકાતથા આંગણવાડીઓના નાના ભૂલકાઓ ઓને પ્રવેશ કરાવીસન્માનિત કરવામાં આવ્યા હતા.વિશેષ ઉદબોધન કરતા ઉષાબેન કોંકણી દ્ધારા વિદ્યાર્થીઓને અભ્યાસ પ્રત્યે વધુ મહેનત, શિસ્ત અને સંસ્કાર સાથે આગળ વધવા પ્રેરણા આપી હતી. સાથે જ વાલીઓને પોતાના બાળકોના શિક્ષણ પ્રત્યે જાગૃત રહી તેમને ઉચ્ચ શિક્ષણ સુધી પહોંચાડવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો, શિક્ષકો, વાલીઓ અને ગ્રામજનોએ શિક્ષણના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેજસ્વી વિદ્યાર્થીઓની સિદ્ધિઓને બિરદાવતા તેઓ અન્ય વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણારૂપ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો મુખ્ય હેતુ દરેક બાળકને શિક્ષણ સાથે જોડવાનો, કન્યા શિક્ષણને પ્રોત્સાહન આપવાનો તથા શિક્ષણ પ્રત્યે સમાજમાં જાગૃતિ લાવવાનો છે. આ કાર્યક્રમ દ્વારા શિક્ષણના ક્ષેત્રમાં વધુ પ્રગતિ અને ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટેનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.કાયૅક્રમનુ સફળ સંચાલન શિક્ષકશ્રી અંકુરભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતુ સાથે વડાપ્રધાન ના “એક પેડ માં કે નામ કાયૅક્રમ અંતર્ગત શાળા પ્રટાગણ વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવા મા આવ્યો હતો.આભારવિધી શાળા ના આચાર્ય શ્રી સતીષભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવી હતી. પ્રવેશોત્સવ તથા વૃક્ષ રોપાણ કાર્યક્રમમાં માજી સરપંચશ્રી કૌશિક ભાઈ ચૌધરી, રાયગઢ ના સરપંચ શ્રી વિજયભાઈ કોંકણી, માજી તાલુકા પંચાયત ડોલવણ શ્રી બચુભાઇ કોંકણી તથા સી.આર.સી, આંગણવાડીઓના પદમડુંગરી સેજાના સુપરવાઈઝર શ્રીમતી મધુબેન એચ.ગામીત , શાળાના શિક્ષકો, આંગણવાડીઓની વકૅરો,તેડાગર બહેન, ગામના, વડીલો, યુવાનો તથા એસ.એમ.સીના સભ્યો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમ ઉત્સાહ ભેર ઉજવવામાં આવ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!