નવસારી

ગણદેવી તાલુકાના તોરણગામમા શ્રી હરિધામ સોખડા સંચાલિત યોગી ડિવાઈન ગૃપ દ્વારા ગુરૂપૂર્ણિમાના પાવન પર્વે દિવસ ગામમાં અનાજની કિટ વિતરણ કરવામાં આવી

પ્રિતેશ પટેલ યંગ ગુજરાત ન્યૂઝ ડીજીટલ નવસારી

ગુજરાત રાજ્યના દક્ષિણ ગુજરાતમાં ગત્ દિવસોમાં આવેલ ધોધમાર વરસાદ ના સાથે કુદરતે વેરેલા વિનાશ અતિવૃષ્ટિ ના કારણે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના કેટલાંય ગામોમાં લોકો ના ધરો માં પુરના પાણી ભરાતા ધરબાર વગર ના નિઃસહાય બની જવા પામ્યા છે. ત્યારે ૨૩ અને ૨૪ જુલાઈ ના રોજ આવેલ અતિવૃષ્ટિ અને પુરગ્રસ્ત વિસ્તારોના ગામોમાં જે પૈકી તોરણગામમા શ્રી હરિધામ સોખડા સંચાલિત યોગી ડિવાઈન ગૃપ દ્વારા ગુરૂપૂર્ણિમાના પાવન પર્વે દિવસ ગામમાં અનાજની કિટ તથા કઠોળ, ચોખા, મસાલા,તેલ જેવી જીવનજરૂરી ચીજવસ્તુઓ આપવામા આવી હતી લોકોએ સૌનો આભાર માન્યો હતો.કાર્યક્રમમા સોખડા થી પધારેલ સંતવયૅ પ.પૂ.આનંદ સ્વરૂપ સ્વામી, સંતવયૅ યજ્ઞસ્વરૂપ સ્વામી, સાથે વિશેષ ઉપસ્થિત માં ગુજરાત રાજ્યના રાજ્ય સરકાર ના કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ સાહેબ, હાજર રહ્યા હતા.ભકતો શાંતીલાલ, ધીરુભાઈ પટેલ હિતેશભાઈ પટેલ, મેહુલભાઈ પટેલ તથા ગામના વડીલો યુવાનો તથા વિસ્તારના ખુબ મોટી સંખ્યામાં લોકો હાજર હતા અને ગુરુપૂર્ણિમાના મહોત્સવને નિઃસહાય લોકોના દુઃખમા સહાય કરી કાર્યકમ ને સફળ બનાવ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!