ડાંગ

ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઇ પટેલ અને જિલ્લા કલેકટર શ્રી એન.ડી.પરમારના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ યોજાઈ

ડાંગ માહિતી બ્યુરો & યંગ ગુજરાત ન્યૂઝ એન્ડ ડિજીટલ ડાંગ

(ડાંગ માહિતી બ્યુરો): આહવા: ૧૨: ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે ડાંગ જિલ્લામાં
તા.૧૨થી ૧૮ નવેમ્બર, ૨૦૨૬ દરમિયાન જનજાતીય ગૌરવ સપ્તાહની વિવિધ કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં
આવશે. આ સપ્તાહ દરમિયાન યોજાનારા કાર્યક્રમોની રૂપરેખા અને આયોજન અંગે ગુજરાત વિધાનસભાના નાયબ
મુખ્ય દંડક શ્રી વિજયભાઇ પટેલ અને જિલ્લા કલેકટર શ્રી એન.ડી.પરમારના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ યોજાઈ
હતી. જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રાજેશભાઇ ગામીત, ભાજપા પાર્ટી પ્રમુખ શ્રી સુરેશભાઇ ચૌઘીરી અને
પ્રાયોજના વહીવટદારશ્રી ડો.મયુપ પરમાર, પ્રાંત અધિકારી શ્રી યુ.વી.પટેલ, આહવા મામલતદાર શ્રી રજની વૈષ્ણવ
સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઇ પટેલે ભગવાન બિરસા મુંડાના જીવન, સંઘર્ષ
અને આદિવાસી સમાજના અધિકારોના રક્ષણ માટે આપેલા યોગદાનને યાદ કરતાં જણાવ્યું હતું કે, ૧૫ નવેમ્બર,
૧૮૭૫ના રોજ જન્મેલા ભગવાન બિરસા મુંડાએ અંગ્રેજ શાસનની શોષણખોર નીતિઓ સામે આદિવાસી સમાજના
હક, જમીન અને અસ્મિતાના રક્ષણ માટે 'ઉલગુલાન' જનઆંદોલનનું નેતૃત્વ કર્યું હતું. તેમનું જીવન, સંઘર્ષ અને
બલિદાન આજે પણ નવી પેઢી માટે પ્રેરણારૂપ છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જનજાતીય સમાજના
ગૌરવશાળી ઇતિહાસ, સંસ્કૃતિ અને સ્વાતંત્ર્ય સંગ્રામમાં યોગદાનને રાષ્ટ્રીય સ્તરે ઉજાગર કરવાના પ્રયાસો થઈ રહ્યા
છે.
ડાંગ જિલ્લામાં જનજાતીય ગૌરવ સપ્તાહ અંતર્ગત તા.૧૩ નવેમ્બરના રોજ યુવા સંમેલન, તા.૧૪મી નવેમ્બરના
રોજ જનજાતીય મહાનુભાવોનાં સ્મારકો અને પ્રતિમાઓની આસપાસ સ્વચ્છતા અભિયાન તથા દીપોત્સવ, તા.૧૫
નવેમ્બરના રોજ ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવશે.
જેમાં આશરે ૧૦ હજાર લોકો સહભાગી થશે.
આ ઉપરાંત તા.૧૬ નવેમ્બરના રોજ પ્રબુદ્ધ નાગરિક સંમેલન, તા.૧૭ નવેમ્બરના રોજ પરંપરાગત દેશી ગ્રામીણ
રમતોત્સવ અને તા.૧૮ નવેમ્બરના રોજ ચાર વિભાનસભા વિસ્તારમાં આદિવાસી મહિલા સંમેલન યોજાશે. આ
કાર્યક્રમો દ્વારા આદિવાસી સમાજના ગૌરવશાળી ઇતિહાસ, પરંપરાગત રમતો, સાંસ્કૃતિક વારસો, મહિલા
સશક્તિકરણ, શિક્ષણ અને સામાજિક વિકાસ અંગે જાગૃતિ લાવવામાં આવશે.
જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી અંતર્ગત ડાંગ જિલ્લાના કુલ ૭૬૦ લાભાર્થીઓને વિવિધ સરકારી યોજનાઓના
લાભોનું વિતરણ કરવામાં આવશે. જેમાં વ્યક્તિગત ધોરણે આવાસ સહાય યોજના હેઠળ ૧૬૦ લાભાર્થીઓને પ્રથમ
હપ્તાની સહાય, કુંવરબાઈ મામેરું અને સાતફેરા સમૂહ લગ્ન યોજના હેઠળ ૧૧ લાભાર્થીઓને સહાય, ફળાઉ ઝાડ
રોપા સહાય યોજના (વર્ષ:૨૦૨૬-૨૭) અંતર્ગત કુલ ૬૦ વ્યક્તિગત લાભાર્થીને સહાય, સંકલિત ડેરી વિકાસ યોજના
(વર્ષ:૨૦૨૬-૨૭) અંતર્ગત કુલ ૫૦ લાભાર્થીઓને રકમ સહાય વિગેરે લાભા વિતરણ કરવામાં આવશે.

આ સાથે જ જિલ્લામાં આદિવાસી સમાજના શૈક્ષણિક અને સામાજિક ઉત્થાન માટે છાત્રાલયો, આશ્રમશાળાઓ,
શિષ્યવૃત્તિ, આરોગ્ય, આવાસ અને સામાજિક સહાય જેવી વિવિધ યોજનાઓ અમલી છે. જનજાતીય ગૌરવ સપ્તાહ
દરમિયાન ભગવાન બિરસા મુંડાને પુષ્પાંજલિ, લોકનૃત્યો, પરંપરાગત સાંસ્કૃતિક કાર્યક્રમો, વિકાસલક્ષી યોજનાઓના
લાભોનું વિતરણ તથા વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર વ્યક્તિઓનું સન્માન કરવામાં આવશે.
આ સપ્તાહની ઉજવણીનો મુખ્ય હેતુ આદિવાસી સમાજના ગૌરવશાળી ઇતિહાસ, સમૃદ્ધ સંસ્કૃતિ, સ્વાતંત્ર્ય
સંગ્રામમાં આપેલા યોગદાન અને જનજાતીય મહાન નાયકોના બલિદાનને નવી પેઢી સુધી પહોંચાડવાની સાથે
સમાજના અધિકારોનું રક્ષણ, સામાજિક જાગૃતિ અને સર્વાંગી વિકાસને વેગ આપવાનો છે. આ ઉજવણીમાં
આદિવાસી સમાજના નાગરિકો, યુવાનો, મહિલાઓ, વિદ્યાર્થીઓ અને સામાજિક સંગઠનોને ઉત્સાહભેર સહભાગી
થવા અપીલ કરવામાં આવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!