ડાંગ જિલ્લા કક્ષાએ યોજનાર ભગવાન બિરસા મુંડાની ૧૫૧ મી જન્મજયંતિની ઉજવણીના કાર્યક્રમ સંદર્ભે જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષ સ્થાને આયોજનની બેઠક યોજાઇ
ડાંગ માહિતી બ્યુરો & ગુજરાત ન્યૂઝ ડીજીટલ ટીમ ડાંગ

(ડાંગ માહિતી બ્યુરો) : આહવા : તા : ૪: ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે આગામી ૧૫
નવેમ્બરના રોજ ગુજરાતના આદિજાતિ વિસ્તાર ધરાવતા ૧૪ જિલ્લાઓમાં ભવ્ય ઉજવણી કરવામાં આવશે. ડાંગ
જિલ્લામાં આ ઉજવણીના આયોજન અંગે તારીખ ૩ નવેમ્બરના રોજ જિલ્લા કલેક્ટર શ્રી એન.ડી.પરમારના અધ્યક્ષ
સ્થાને કાર્યક્રમના આયોજન અંગેની જિલ્લાના સંકલન અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં કાર્યક્રમની ઉજવણી અંગેની રૂપરેખા રજૂ કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે એક સપ્તાહ
દરમિયાન યોજનાર જુદાં જુદા કાર્યક્રમોના આયોજન અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી કુલદીપસિંહ ઝાલા, જિલ્લા પોલીસ અધિક્ષક સુશ્રી પૂજા યાદવ, નાયબ વન
સંરક્ષક (ઉત્તર) શ્રી મુરારીલાલ મીણા, નાયબ વન સંરક્ષક (દક્ષિણ) શ્રી નીરજકુમાર, પ્રાયોજના વહીવટદારશ્રી ડૉ.
મયુર પરમાર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી હિરલ પટેલ અને જિલ્લાના વિવિધ વિભાગોના વરિષ્ઠ
અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.




