ડાંગ

આહવા,ડાંગ જિલ્લામાં ગૌ-રક્ષા અને ગૌવંશ સંરક્ષણ અર્થે “ગૌ સન્માન આહ્વાન અભિયાન: કલેક્ટર આવેદનપત્ર

શિવાજી કવર યંગ ગુજરાત ડિજીટલ ન્યૂઝ આહવા,

આહવા,ડાંગ જિલ્લામાં ગૌ-રક્ષા અને ગૌવંશ સંરક્ષણ અર્થે “ગૌ સન્માન આહ્વાન અભિયાન” અંતર્ગત આહવા, વઘઈ અને સુબીર તાલુકા પ્રશાસનને આવેદનપત્ર પાઠવી દેશ અને રાજ્યના મહાનુભાવો સુધી જનભાવના પહોંચાડવાનો એક સમર્થ પ્રયાસ કરવામાં આવ્યો હતો.કાર્યક્રમના ભાગરૂપે આહવાના મેલડી માતા ગોગાધામ મંદિરે મોટી સંખ્યામાં ગૌભક્તો અને નાગરિકો એકત્રિત થયા હતા. છેલ્લા ઘણા દિવસોથી સતત વરસી રહેલા વરસાદ વચ્ચે ભક્તોએ રેલીના નિર્વિઘ્ન આયોજન માટે ભગવાનને પ્રાર્થના કરી હતી. ભાવિકોની અર્ચના રંગ લાવી હોય તેમ રેલી શરૂ થતાં પહેલાં અચાનક વરસાદ થંભી ગયો હતો. જેથી ભક્તોએ ઇષ્ટદેવનો આભાર માની “ગાય હમારી માતા હૈ” અને ગોમાતાના જયઘોષ સાથે આહવાના મુખ્ય માર્ગો પર વિશાળ રેલી કાઢી કલેક્ટર કચેરી સુધી કૂચ કરી હતી.
કલેક્ટર કચેરી ખાતે પૂજનીય શ્રી પી. પી. સ્વામીજી, પૂજનીય શ્રી યશોદા દીદી, પૂજનીય શ્રી હેતલ દીદી તેમજ સંત સમાજ, ગૌસેવકો અને આહવા મેલડી માતા ગોગાધામ મંદિરના ટ્રસ્ટીઓ-નાગરિકોની ઉપસ્થિતિમાં ડાંગ જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર અને સ્મરણ પત્ર સોંપવામાં આવ્યું હતું. આ આવેદનપત્ર મારફતે માનનીય રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, રાજ્યપાલ તથા મુખ્યમંત્રી સુધી લોકોની લાગણીઓ પહોંચાડવા અપીલ કરાઈ છે.આવેદનપત્રમાં જણાવાયું છે કે ભારતીય સંસ્કૃતિ, કૃષિ, પર્યાવરણ સંતુલન અને ગ્રામ્ય અર્થતંત્રમાં ગૌવંશનું સ્થાન પાયાનું રહ્યું છે. વર્તમાન સમયમાં તેમના સંરક્ષણ અર્થે ભારતીય સંવિધાનના અનુચ્છેદ 48 અને 51A(g) અનુસાર ‘અખિલ ભારતીય વેદલક્ષણા ગોવંશ’ને “રાષ્ટ્રમાતા / રાષ્ટ્ર આરાધ્યા” નો દરજ્જો આપવા, કેન્દ્રીય ગોસેવા મંત્રાલયની સ્થાપના કરવા તેમજ એકીકૃત કેન્દ્રીય કાયદો બનાવવા રજૂઆત કરાઈ છે.ઉલ્લેખનીય છે કે પૂર્વમાં ૨૭ એપ્રિલ ૨૦૨૬ ના રોજ દેશની ૫૧૦૦ થી વધુ તહસીલોમાંથી સવા પાંચ કરોડ નાગરિકોના સમર્થન સાથે પ્રાર્થના પત્ર મોકલાયું હતું. જેના અનુસંધાને આહવા કલેક્ટર કચેરી ખાતે વિસ્તૃત કાર્યયોજના, કાનૂની આધાર અને ૧૫,૦૦૦ થી વધુ હસ્તાક્ષર યુક્ત સમર્થન સૂચિ ડિજિટલ માધ્યમ (પેનડ્રાઈવ) થી જમા કરાવવામાં આવી

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!