ટોપ સ્ટોરીઝ

RTI હવે ‘નવો બિઝનેસ’ બની ગયો છે? સુપ્રીમ કોર્ટે RTI કાર્યકર્તાને આગોતરા જામીન આપવાનો કર્યો ઇનકાર!

સાં.સ.સાભાર તથા યંગ ગુજરાત ડિજીટલ ન્યૂઝ ટીમ

ન્યાયિક ટીપ્પણી: RTI કાયદાના દુરુપયોગ પર સુપ્રીમ કોર્ટ લાલઘૂમ; ‘બ્લેકમેઇલિંગ’ અને વસૂલાત માટે કાયદાનો ઉપયોગ થતો હોવાની ગંભીર નોંધ.

નવી દિલ્હી : માહિતી મેળવવાનો અધિકાર (RTT) જે દેશમાં પારદર્શિતા અને જવાબદારી લાવવા માટેનું સૌથી શક્તિશાળી શસ્ત્ર માનવામાં આવતું હતું. તે હવે કેટલીક જગ્યાએ ખોટા હાથોમાં જઇને ‘નવો બિઝનેસ’ બની ગયું છે. સુપ્રીમ ફ઼્રોર્ટે આ મામલે અત્યંત કડક વલણ અપનાવતા એક RTI કાર્યકર્તાને આગોતરા જામીન આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટની આ ટિપ્પણીએ દેશના RTI કાર્યકર્તાઓમાં ખળભળાટ મચાવી દીધો છે.

શું છે સમગ્ર મામલો?

સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન આકરા શબ્દોમાં કહ્યું કે, “RTI એક્ટિવિઝમ હવે એક નવો બિઝનેસ બની ગયો છે.” કોર્ટે નોંધ્યું કે ઘણા કિસ્સાઓમાં આ કાયદાનો ઉપયોગ જાહેર હિતને બદલે વ્યક્તિગત લાભ મેળવવા, લોકો કે સંસ્થાઓને ડરાવવા અને બ્લેકમેઇલિંગ કરવા માટે કરવામાં આવી રહ્યો છે. અરજદાર RTI કાર્યકર્તા સામે દાખલ થયેલી ગુનાહિત ફરિયાદના સંદર્ભમાં કોર્ટે તેમને કોઈ પણ પ્રકારની રાહત આપવાની ના પાડી દીધી છે.

બ્લેકમેઇલિંગનું સાધન બન્યું RTI?

કોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી કે RTI અરજીઓનો ઉપયોગ કરીને અધિકારીઓ અથવા નાગરિકો પાસેથી પૈસા પડાવવા કે ખોટી રીતે દબાણ લાવવાના પ્રયાસો વધી રહ્યા છે. આ પ્રકારની પ્રવૃત્તિઓ માત્ર કાયદાનો દુરુપયોગ જ નથી, પરંતુ ખરેખર જરૂરિયાતમંદ લોકો માટે આ કાયદાની વિશ્વસનીયતા પણ ઘટાડે છે. અદાલતે સ્પષ્ટ કર્યું છે કે RTI એ સત્તા અને પારદર્શિતા માટે છે, કોઈની સામે વેર વાળવા કે વસૂલાત કરવા માટે નહીં.

ન્યાયતંત્રનો કડક સંદેશ

આ નિર્ણય દ્વારા સર્વોચ્ચ અદાલતે એ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે જો કાયદાનો ઉપયોગ ખોટી રીતે કરવામાં આવશે. તો ન્યાયતંત્ર પ્રેક્ષક બનીને બેસી રહેશે નહીં. RTI કાર્યકર્તાઓને આગોતરા જામીન ન આપીને કોર્ટે તે સાબિત કર્યું છે કે કાયદાના રક્ષકો અને દુરુપયોગ કરનારાઓ વચ્ચે ભેદરેખા હોવી જરૂરી છે.

આ ઘટના હવે એ પ્રશ્ન પણ ઉભો કરે છે કે શું RTI કાયદામાં સુધારો કરવાની જરૂર છે જેથી તેના દુરુપયોગને અટકાવી શકાય અને સાચા અર્થમાં પારદર્શિતા જળવાઈ રહે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!