ડાંગ
નિર્માણાધીન રમતગમત સંકુલમાં સલામતીના નિયમો નેવે મુકાયા? મજૂરો જોખમ વચ્ચે કામ કરવા મજબૂર
શિવાજી કવર

ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે નિર્માણાધીન રમતગમત સંકુલમાં કામ કરતા મજૂરોની સલામતી અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. સ્થળ પર કામ કરતા મજૂરોને હેલ્મેટ, સેફ્ટી બેલ્ટ, સેફ્ટી શૂઝ સહિતના જરૂરી સુરક્ષા સાધનો વિના કામ કરાવવામાં આવી રહ્યું હોવાના આક્ષેપો સામે આવ્યા છે.
સ્થાનિકોમાં ચર્ચા છે કે ઊંચાઈ પર તેમજ જોખમી પરિસ્થિતિમાં કામ કરતા મજૂરો માટે સુરક્ષાના નિયમોનું પાલન થવું જરૂરી છે. જો કોઈ દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે? મજૂરોના જીવની કિંમત શું નથી? તેવા સવાલો લોકો ઉઠાવી રહ્યા છે.
સ્થાનિકોના કહેવા મુજબ સંબંધિત અધિકારીઓએ નિયમિત નિરીક્ષણ કરી કોન્ટ્રાક્ટર દ્વારા તમામ સલામતીના નિયમોનું પાલન થાય તેની ખાતરી કરવી જોઈએ. જો ખરેખર સલામતીના નિયમોનું ઉલ્લંઘન થતું હોય તો જવાબદારો સામે કડક કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ ઉઠી રહી છે.




