વલસાડ

વલસાડના ફલધરા ગામે રૂઢિગત ગ્રામસભા યોજાઈ, ‘મેંઢા લેખા’ મોડેલ પર વહીવટ કરવાની હાકલ

ગુજરાત ન્યૂઝ ડીજીટલ ટીમ.વલસાડ

સાચી રૂઢિગત ગ્રામસભા ત્યારે જ સ્થપાશે જયારે આદિવાસી સમાજના લોકો સમાજ અને દેશ માટે તમામ મતભેદો,પક્ષ પાર્ટી,ધર્મ સંપ્રદાય બધું ભૂલીને એક થશે-ડો.નિરવ ભુલાભાઇ પટેલ.

વલસાડ તાલુકાના સ્વર્ગવાહિની નદીના કિનારે વસેલા ઐતિહાસિક ફલધરા ગામ ખાતે પરંપરાગત અને રૂઢિગત ગ્રામસભાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં આદિવાસી સમાજની પરંપરાઓ, સ્વાયત્તતા અને જળ, જમીન તથા જંગલના રક્ષણ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
આ ગ્રામસભાનો મુખ્ય ઉદ્દેશ્ય ગામના આંતરિક વહીવટ,શિક્ષણ,આરોગ્ય અને આર્થિક વ્યવસ્થાઓને વધુ મજબૂત બનાવવાનો હતો.સભા દરમિયાન ઉપસ્થિત આગેવાનો સમસ્ત આદિવાસી સમાજના દક્ષિણ ગુજરાતના કન્વીનર ડો.નિરવ ભુલાભાઇ પટેલ,કપરાડાના યુવા આગેવાન જયેન્દ્ર ગામિત,બામસેફના ભૂતપૂર્વ રાષ્ટ્રીય પ્રચારક વિજય ઉચ્ચકટાર,ધીરુભાઈ પટેલ,સરપંચ ઈલેશ પટેલ,આર.યુ.પટેલ,નિલાંગ પટેલ,સીએમપટેલ,નૈલૈશ ભાઈ, ઠાકોરભાઈ,કમલેશભાઇ,ઉમેશભાઈ,ગોકુળભાઈ,ડાહ્યાભાઈ,મહેશભાઈ,જેસિગભાઈ,અંકિત ભાઇ.ભાગ્યેશભાઈ,વિનોદભાઇ અને નામી-અનામી આગેવાનો હાજર રહ્યા હતા અને ગ્રામજનો દ્વારા મહારાષ્ટ્રના પ્રખ્યાત ‘મેંઢા લેખા’ ગામના મોડેલની જેમ જ ફલધરા ગામમાં પણ સ્વાયત્ત અને રૂઢિગત પદ્ધતિથી તમામ કામકાજ કરવાની ભારપૂર્વક હાકલ કરવામાં આવી હતી. ‘મેંઢા લેખા’ એ દેશભરમાં આદિવાસી સ્વશાસન અને લોકશાહી ઢબે ગ્રામસભાના સશક્તિકરણનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે, જ્યાં “દિલ્હી-મુંબઈમાં અમારી સરકાર, પણ અમારા ગામમાં અમે જ સરકાર” ના નારા સાથે વહીવટ ચાલે છે.
સ્વર્ગવાહિની નદીના પવિત્ર કિનારે વસેલા ફ્લધરા ગામે એકત્રિત થયેલા આદિવાસી સમુદાયે બંધારણીય જોગવાઈઓ-પેસા એક્ટ અને પાંચમી અનુસૂચિ,સમુદાયિક વનઅધિકાર અધિનિયમ-2006 તેમજ સુપ્રીમ કોર્ટના વેદાંત,સમતા જજમેન્ટ અંતર્ગત ગ્રામસભાને મળેલા અધિકારોનો ઉપયોગ કરી ગામના વિકાસના નિર્ણયો સામૂહિક રીતે લેવા પર ભાર મૂક્યો હતો.સભામાં ગામના કુદરતી સંસાધનોની જાળવણી, પરંપરાગત સંસ્કૃતિનું જતન અને ભવિષ્યની યોજનાઓ અંગે મહત્વના ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા.
આ રૂઢિગત ગ્રામસભામાં
પ્રમુખ પ્રફુલભાઈ પટેલ,
ઉપપ્રમુખ કિરણભાઈ,
મંત્રી અવિનાશભાઇ,કાન્તિલાલ ભાઇ,મનુભાઈ,કાન્તિભાઇ બી,આશીષભાઈ,વસંતભાઈ.. બંસીભાઈ,ગણેશભાઇ,મનીષ ભાઇ,રસિકભાઇ,પિંકેશભાઇ.. રમેશ ભાઈ,કમલેશ ભાઈ,સ્નેહા બેન,મધુબેન વગેરેની નિમણૂક થઇ હતી.આ રૂઢિગત ગ્રામસભામાં ફલધરા સહિત આજુબાજુના વિસ્તારના આદિવાસી આગેવાનો,વડીલો,યુવાનો અને મોટી સંખ્યામાં મહિલાઓ પરંપરાગત વેશભૂષામાં ઉપસ્થિત રહ્યા હતા અને ગામના સાર્વભૌમત્વ તેમજ આત્મનિર્ભરતા માટે એકજુથ થવાના શપથ લીધા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!