ડાંગ

ડાંગમાં પત્રકારત્વના નામે નવી ખેંચતાણ? બોગસ પત્રકારોના મુદ્દે આવેદનપત્ર આપનારાઓની વિશ્વસનીયતા સામે પણ સવાલો!

શિવાજી કવર બ્યુરો આહવા-ન્યૂઝ ડીજીટલ ટીમ ડાંગ

સરકારી અધિકારીઓ પર દબાણ ઊભું કરવા ગ્રુપબાજીનો આશરો લેવાતો હોવાની ચર્ચા; આવેદનપત્ર આપનારાઓની ભૂમિકા અને કથિત ઉઘરાણીના આક્ષેપોની પણ નિષ્પક્ષ તપાસની માંગ.. કેટલાક તો… હું અને અમેજ મોટા પત્રકાર એમ.. કહેતા ફરે… જેઓ નું પેપર પણ દેખાતું નથી…
શિવાજી કવર
ડાંગ : ડાંગ જિલ્લામાં પત્રકારત્વના નામે ચાલી રહેલી ખેંચતાણ હવે ચર્ચાનો વિષય બની છે. તાજેતરમાં કેટલાક લોકો દ્વારા જિલ્લાના મુખ્ય સરકારી અધિકારીઓને આવેદનપત્ર આપી કેટલાક વ્યક્તિઓને બોગસ પત્રકાર ગણાવી આક્ષેપો કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. જોકે, આ સમગ્ર ઘટનાક્રમને લઈને હવે આવેદનપત્ર આપનારાઓની પોતાની ભૂમિકા અને વિશ્વસનીયતા સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે.

પત્રકારત્વની શુદ્ધતા અને વિશ્વસનીયતા જાળવવી જરૂરી છે, પરંતુ કોઈ વ્યક્તિ સામે પૂરતા પુરાવા વિના બોગસ પત્રકાર હોવાનો ઠપકો લગાવવો પણ યોગ્ય નથી. બીજી તરફ, આવેદનપત્ર આપનારાઓ પોતે સરકારી કચેરીઓમાં વારંવાર આંટાફેરા કરતા હોવા તથા કથિત રીતે ઉઘરાણી કે દબાણ કરતા હોવાના આક્ષેપોની પણ ચર્ચા ચાલી રહી છે. જો આવા આક્ષેપોમાં કોઈ તથ્ય હોય તો તેની પણ નિષ્પક્ષ અને તટસ્થ તપાસ થવી જોઈએ તેવી માંગ ઉઠી રહી છે.

હાલની પરિસ્થિતિને જોતા કેટલાક લોકો ગ્રુપ બનાવી સરકારી અધિકારીઓ પર દબાણ ઊભું કરવાનો પ્રયાસ કરી રહ્યા હોવાની પણ ચર્ચા છે. પ્રશ્ન એ છે કે શું પત્રકારત્વના નામે કોઈ વ્યક્તિ કે જૂથ દ્વારા અધિકારીઓ પર દબાણ લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે?

પત્રકાર એ પત્રકાર છે—તે નાનો હોય કે મોટો, પ્રિન્ટ મીડિયામાં હોય કે ડિજિટલ માધ્યમમાં. પત્રકારત્વને લોકશાહીનો ચોથો સ્તંભ માનવામાં આવે છે. ત્યારે પત્રકારો વચ્ચે અનાવશ્યક ખેંચતાણ અને એકબીજાને નીચા બતાવવાની પ્રવૃત્તિથી સમગ્ર પત્રકારત્વની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચે છે.

ડાંગ જિલ્લા કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી તથા સંબંધિત ઉચ્ચ અધિકારીઓ સમક્ષ માંગ કરવામાં આવે છે કે સમગ્ર મામલે તટસ્થ તપાસ કરવામાં આવે. બોગસ પત્રકારોના મુદ્દે રજૂઆત કરનારાઓની ભૂમિકા, તેમની પત્રકાર તરીકેની ઓળખ અંગેના દાવાઓ તેમજ કથિત ઉઘરાણી અને દબાણ અંગે મળતા આક્ષેપોની હકીકત પણ તપાસવામાં આવે.

પત્રકારત્વ કોઈની અંગત દાદાગીરી કે અધિકારીઓ પર દબાણ ઊભું કરવાનું સાધન નથી. સાચા અને નિષ્ઠાવાન પત્રકારોનું સન્માન જળવાઈ રહે અને પત્રકારત્વના નામે કોઈ ખોટો લાભ લેતું હોય તો તેની સામે પુરાવાના આધારે કાયદેસરની કાર્યવાહી થાય તેવી ડાંગની જનતાની અપેક્ષા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!