તાપી

રાજ્યકક્ષાના મંત્રી ડો. જયરામભાઈ ગામીતે સોનગઢ ખાતે સંતશ્રી જલારામ બાપાના ભાવપૂર્વક દર્શન અને પૂજા-અર્ચના કરી

માહિતી બ્યુરો, તાપી (યંગ ગુજરાત ન્યૂઝ ડીજીટલ ટીમ તાપી

તાપી જિલ્લાની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરતા રાજ્યકક્ષાના રમત અને પ્રવાસન મંત્રી ડો. જયરામભાઈ ગામીત
—
માહિતી બ્યુરો, તાપી તા. ૧૬ :- રાજ્યકક્ષાના રમતગમત અને પ્રવાસન મંત્રી ડો. જયરામભાઈ ગામીતે સોનગઢના જેસિંગપુરા ફળિયા સ્થિત જલારામ મંદિર ખાતે પૂજ્ય જલારામ બાપાની જન્મજયંતિ મહોત્સવ નિમિત્તે સંત શ્રી જલારામ બાપાના દર્શન અને પૂજા-અર્ચના કરીને તેમણે તાપી જિલ્લાની સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે તે માટે પ્રાર્થના કરી હતી.

આ અવસરે મંત્રીશ્રીએ મંદિર પરિસરમાં ઉપસ્થિત શ્રદ્ધાળુઓ અને ભક્તજનોને જલારામ જયંતિની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. સાથે જ ભક્તો માટે આયોજિત પ્રસાદ ભંડારની ભોજન વ્યવસ્થા અને સ્વચ્છતાનું નિરીક્ષણ કર્યું હતું. તેમજ ભક્તજનોને પોતાના હસ્તે પ્રસાદ પીરસી સેવાભાવ વ્યક્ત કર્યો હતો. મંત્રીશ્રીએ પોતે પણ પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!