અરેઠ તાલુકાના ગોડસંબા મંડળ હેઠળ રાજપુતબોરી ગામના મહાદેવ મંદિરે વિરાટ હિંદુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું.
શ્રી કિરણભાઈ ચૌધરી (માંડવી તાલુકા બ્યુરો ચીફ)

વિરાટ હિંદુ સંમેલન – અરેઠ તાલુકો
“યતો ધર્મસ્તતો જયઃ” એટલે કે જ્યાં ધર્મ છે ત્યાં નિશ્ચિત વિજય છે – આ ભાવના સાથે અરેઠ તાલુકાના ગોડસંબા મંડળ હેઠળ રાજપુતબોરી ગામના મહાદેવ મંદિરે વિરાટ હિંદુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં હિંદુ સમાજની એકતા, સંસ્કૃતિ અને ધાર્મિક જાગૃતિને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ સાથે મોટી સંખ્યામાં હિંદુ સમાજના આગેવાનો, યુવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા.“સમાજિક અગ્રણી શ્રી સુરેશભાઈ કે. લાડ, ડી.એસ. ચૌધરી, યોગેશભાઈ મહારાજ અરેઠ મંડળના કાર્યવાહક ગીરીશભાઈ પટેલ ,તથા વિશેષ ઉપસ્થિતિ તરીકે ડૉ. ધ્રુવિત ચૌધરી (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ – સુરત જિલ્લા સંઘચાલક) ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત વિવિધ હિંદુ સંગઠનોના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.” સંમેલનમાં હિંદુ સમાજને એકજુટ રાખવા, ધાર્મિક પરંપરાઓનું સંરક્ષણ કરવા તેમજ સમાજમાં જાગૃતિ લાવવાના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી.
કાર્યક્રમ દરમિયાન વક્તાઓએ જણાવ્યું કે સમાજમાં એકતા અને સંસ્કાર જાળવી રાખવા માટે આવા ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો અત્યંત જરૂરી છે.
આ સંમેલન મહાદેવ મંદિર પરિસરમાં શ્રદ્ધા અને ઉત્સાહપૂર્ણ માહોલમાં સફળતાપૂર્વક પૂર્ણ થયું




