સુરત

દક્ષિણ ગુજરાત ના સુરત જિલ્લાના માંડવી તાલુકાના જાખલા ગામના યુવાનની ફિલ્મ જગતમાં એન્ટ્રી

સંકલન: કિરણ ચૌધરી બ્યુરો સુરત તથા યંગ ગુજરાત ન્યૂઝ ડીજીટલ ટીમ.દ.ગુ

દક્ષિણ ગુજરાત ના સુરત માંડવી ફિલ્મ જગતમાં એન્ટ્રી માંડવીના યુવાનનો ફિલ્મ જગતમાં પહેલો પગથિયો

માંડવીના યુવાનનો ફિલ્મ જગતમાં પહેલો પગથિયો

જાખલા ગામના યુવાન લય જાદવનો ફિલ્મી ડેબ્યુ, Bachu Ni Benpaniમાં સિદ્ધાર્થ રાંદેરિયા સાથે નજરે પડ્યો

માંડવી તાલુકાના જાખલા ગામના રહેવાસી લયકુમાર વિમલેશભાઈ જાદવે ગુજરાતી ફિલ્મ જગતમાં પોતાની શરૂઆત કરી છે. લય જાદવે પ્રસિદ્ધ ગુજરાતી કોમેડી ફિલ્મ બચુની બેનપણીમાં અભિનેતા સિદ્ધાર્થ રાંદેરિયા સાથે એક દ્રશ્યમાં અભિનય કર્યો છે. આ તેમની પ્રથમ નાનકડી પરંતુ મહત્વપૂર્ણ ભૂમિકા છે.

આ દ્રશ્યનું શૂટિંગ વડોદરા એરપોર્ટ ખાતે કરવામાં આવ્યું હતું, જ્યાં લય જાદવે પોતાના અભિનયથી સારો પ્રભાવ પાડ્યો છે. ફિલ્મનું દિગ્દર્શન વિપુલ મહેતા દ્વારા કરવામાં આવ્યું છે.

બચુની બેનપણી એક ગુજરાતી કોમેડી ફિલ્મ છે, જેમાં મનોરંજન સાથે મિત્રતા અને પ્રવાસની રસપ્રદ કહાની રજૂ કરવામાં આવી છે. આ ફિલ્મનું નિર્માણ Coconut Motion Pictures અને રશ્મિન મજિથિયા દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મ 27 ઓગસ્ટ 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી.

જાખલા ગામના યુવાને ફિલ્મોમાં પોતાની શરૂઆત કરી હોવાથી વિસ્તારમાં આનંદનો માહોલ છે. દિગ્દર્શક વિપુલ મહેતાએ પણ આ નવોદિત કલાકારને શુભેચ્છા પાઠવી છે અને ભવિષ્યમાં વધુ પ્રગતિ કરે તેવી આશા વ્યક્ત કરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!