સુરત

પ્રાથમિક શાળા ઈસર મુખ્ય-૧ના મુખ્ય શિક્ષક રાયસિંગભાઈ ચૌધરીની નિવૃત્તિ પ્રસંગે ભાવભર્યો સન્માન સમારોહ, વાજતે ગાજતે રેલી સાથે વિદાય

માંડવી બ્યુરો કિરણ ભાઈ ચૌધરી દ્વારા તથા યંગ ગુજરાત ડિજીટલ ન્યૂઝ સુરત

પ્રાથમિક શાળા ઈસર મુખ્ય-૧ના મુખ્ય શિક્ષક રાયસિંગભાઈ ચૌધરીની નિવૃત્તિ પ્રસંગે ભાવભર્યો સન્માન સમારોહ, વાજતે ગાજતે રેલી સાથે વિદાય

માંડવી તાલુકા, સુરત જિલ્લાના પ્રાથમિક શાળા ઈસર મુખ્ય-૧ ખાતે મુખ્ય શિક્ષક શ્રી રાયસિંગભાઈ દશરાભાઈ ચૌધરીની વયમર્યાદાને કારણે નિવૃત્તિ પ્રસંગે ભાવભર્યો નિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં શાળાના શિક્ષકો, ગ્રામજનો તેમજ વિવિધ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શિક્ષણક્ષેત્રે લાંબા સમયથી નિષ્ઠાપૂર્વક સેવા આપનાર શ્રી રાયસિંગભાઈ ચૌધરીને શાળા પરિવાર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે દેવગઢ ગામના સરપંચ નવજીભાઈ કોટવાળિયા, ઈસર ગામના સરપંચ ધર્મેશભાઈ ચૌધરી તથા દેવગઢ તાલુકા પંચાયત સભ્ય અને વિરોધ પક્ષના નેતા નાથુભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. આગેવાનોએ નિવૃત્ત શિક્ષકના યોગદાનની પ્રશંસા કરી તેમના ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
કાર્યક્રમ દરમિયાન વાતાવરણ અત્યંત ભાવુક બની ગયું હતું. ગામમાં વાજતે ગાજતે રેલી કાઢીને નિવૃત્ત શિક્ષકને માનપૂર્વક વિદાય આપવામાં આવી હતી. સમગ્ર સમારોહમાં શિક્ષણ પ્રત્યેનો આદર અને ગ્રામજનોની લાગણી સ્પષ્ટ જોવા મળી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!