અરેઠ તાલુકાના ઉટેવા પ્રાથમિક શાળામાં ઉટેવા (વાંજી ફળીયા ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી
યંગ ગુજરાત ન્યૂઝ ડીજીટલ ટીમ અરેઠ (સુરત) પ્રતિનિધિ દ્વારા

સુરત જિલ્લાના નવરચિત અરેઠ તાલુકાના ઉટેવા પ્રાથમિક શાળામાં ઉટેવા (વાંજી ફળીયા ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ખાતે રાષ્ટ્રભક્તિ અને ઉત્સાહભેર કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન સાથે કરવામાં આવી હતી. ઉપસ્થિત મહાનુભાવોએ રાષ્ટ્રધ્વજને સલામી આપી દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્રનિર્માણમાં સૌની જવાબદારી અંગે સંદેશ આપ્યો હતો.
સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ઉટેવા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતો, સાંસ્કૃતિક કાર્યક્રમો અને વિવિધ આકર્ષક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.વડીલશ્રી નિવૃત પોલીસ કર્મચારી શ્રીદુરસિંગભાઈ રંગા ભાઇ ચૌધરી તથા ગામનાં વડીલશ્રીઓ
દેશભક્તિ ગીતો અને સાંસ્કૃતિક કાર્યક્રમોથી સમગ્ર વાતાવરણ રાષ્ટ્રભક્તિના રંગે રંગાઈ ગયું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો અને અધિકારીઓએ વિદ્યાર્થીઓની કલાત્મક પ્રતિભા અને ઉત્સાહની પ્રશંસા કરી હતી. આ પ્રસંગે તાલુકાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ, ગ્રામજનો તથા વિવિધ ક્ષેત્રના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન શિસ્તબદ્ધ અને ભવ્ય રીતે કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં શાળાના શિક્ષકો તથા આચાર્યશ્રી અચલાબેન નાનુભાઈ ચૌધરી સફળ બનાવવા ખુબ મેહનત કરી હતી.સરપંચશ્રી ઉમાબેન હસમુખભાઇ ગામીત ખાસ ઉપસ્થિત રહ્યા હતા.




