એક્સ ઇન્ડિયન આર્મી જવાન મુકેશ નારણપોર દ્વારા યુથલીડર ડો.નિરવ ભુલાભાઇ પટેલના જન્મદિવસની માં વૃદ્ધાશ્રમના નિરાધાર માનસિક દિવ્યાંગ વૃદ્ધો સાથે અનોખી ઉજવણી.
યંગ ગુજરાત ડિજીટલ ન્યૂઝ ટીમ નવસારી ( ખેરગામ) સહયોગ કતૉ ડૉ.નિરવ પટેલ

ચિંતુબા હોસ્પિટલ ખેરગામના જાણીતા ગોલ્ડ મેડલિસ્ટ સર્જન અને યુથલીડર ડો.નિરવ ભુલાભાઇ પટેલના જન્મદિવસ નિમિતે વલસાડ,નવસારીના હજારો યુવાનો,વડીલોએ શુભકામનાઓ પાઠવી હતી.ત્યારે ખેરગામના નારણપોરના વતની અને ખુબ જ સક્રિય આગેવાન મુકેશ એક્સ આર્મી દ્વારા ચીખલી તાલુકાના વંકાલ ગામમાં આવેલ નિરાધાર માનસિક દિવ્યાંગ વૃદ્ધઆશ્રમના વૃદ્ધ લોકો સાથે કેક કાપી અને ભોજન કરાવી જન્મદિવસની ઉજવણી કરી હતી,જેમાં મુકેશ એક્સ આર્મીના ધર્મપત્ની પુષ્પાબેન,મુકેશભાઈ,મનીષભાઈ,મુકેશ તીઘરા,નિલયભાઈ,સોનુબેન,હા
ર્દિક,ભાવુ,કાર્તિક,હિરેન સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે ડો.નિરવ ભુલાભાઇ પટેલે જણાવ્યું હતું કે જેમને અડતા પણ લોકોને ચીડ બળે તેવા નિરાધાર લોકોને જે પ્રેમથી સાચવી રહ્યા છે તે બદલ આ સંચાલકો રોહનભાઈ અને મહારાજ ખરેખર ધન્યવાદને પાત્ર છે,લોકો પોતાના સારા પ્રસંગોમાં કંઈક સારુ કરવા માંગતા હોય તો 9662466554 પર સંપર્ક કરીને પોતાનું સેવાકાર્ય નોંધાવી શકે છે.




