તાપી

વ્યારા ડો.શ્યામાપ્રસાદ મુખર્જી ટાઉન હોલ ખાતે મહિલા સંમેલન યોજાયું — મહિલા સશક્તિકરણથી કુટુંબ, ગામ, સમાજ,રાજ્ય અને દેશ સશક્ત બની શકે છે – ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણી

માહિતી બ્યુરો, તાપી (યંગ ગુજરાત ન્યૂઝ ડીજીટલ ટીમ તાપી

(માહિતી બ્યુરો તાપી) તા.૧૮ – ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે ‘જનજાતીય ગૌરવ સપ્તાહ’ ના સમાપન સમારોહ અંતર્ગત વ્યારાના ડો.શ્યામાપ્રસાદ મુખર્જી ટાઉન હોલ ખાતે યોજાયેલા મહિલા સંમેલન કાર્યક્રમને સંબોધતા વ્યારાના ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણીએ જણાવ્યુ કે, જળ, જંગલ અને જમીનથી જોડાયેલા પ્રકૃતિ પ્રેમી આદિવાસી સમુદાયને વિકાસની મુખ્યધારામાં લાવવા માટે રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ હરહંમેશ પ્રયત્નશીલ રહ્યા છે.

ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણીએ ઉમેર્યુ કે, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વવાળી રાજ્યસરકારે પણ રાજ્યની સાથે તાપી જિલ્લાની આદિવાસી સમુદાયનની મહિલાઓના આર્થિક, સામાજિક, શૈક્ષણિક ઉત્કર્ષ માટે પરિણામલક્ષી પ્રયાસો કર્યા છે. આજે બહેનો શિક્ષણ, રમત તેમજ નાના-મોટા ઉદ્યોગો થકી પગભર બનવા સહિત સહિત વિવિધ ક્ષેત્રનું નેતૃત્વ કરવા સક્ષમ બની છે.

વધુમાં તેમણે, પ્રધાન મંત્રી આવાસ યોજના, આયુષ્માન ભારત કાર્ડ, પીએમ સન્માન નીધિ સહિત આરોગ્ય, શિક્ષણ અને પોષણલક્ષી વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓ પર પણ પ્રકાશ પાડી તેનો લાભ લેવા તેમજ મહિલા સશક્તિકરણથી કુટુંબ, ગામ, સમાજ, રાજ્ય અને દેશ સશક્ત બની શકે તે માટે વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાની સંકલ્પનાને સાકાર કરવા ધારાસભ્યશ્રીએ અનુરોધ કર્યો હતો.

નોંધનીય છે કે, કાર્યક્રમાં જિલ્લાને વિવિધ ક્ષેત્રે ગૌરવ અપાવનાર વ્યક્તિ વિશેષનું સન્માન કરાયુ હતુ. યોજનાકીય લાભો થકી જીવનમાં આવેલા ગુણાત્મક પરિવર્તન અંગે લાભાર્થી બહેનોએ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા. ઉપરાંત, મહાનુભાવોના હસ્તે યોજનાકીય લાભાર્થીઓને લાભનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.

ઉલ્લેખનીય છે કે, કાર્યક્રમના મુખ્ય વક્તાશ્રી આશાબેન નકુમે જણાવ્યુ કે, નારી શક્તિ અને તેમના નેતૃત્વને પ્રતિબિબંત કરવા માટે સરકાર દ્વારા વિવિધ યોજનાકીય લાભો તેમજ મંચ પુરા પાડવામાં આવ્યા છે. ત્યારે મહિલાઓએ પોતાનામાં રહેલી શક્તિને બહાર લાવવાના પ્રયાસો કરવા અનુરોધ કર્યો હતો.

આ તકે કલેક્ટરશ્રી સ્વપ્નિલ સિસલે એ પણ જિલ્લાની તમામ બહેનોને મિશન મંગલમ (સ્વસહાય જુથ) ના માધ્યમથી આર્થિક રીતે પગભર બને તે માટે બચત કરી બહેનોને વિવિધ જરૂરિયાત માટે મદદરૂપ થવા આહ્વાન કર્યુ હતુ.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!