ડાંગ

વઘઈ પોલીસ સ્ટેશનનું જિલ્લા પોલીસ અધિક્ષક પૂજા યાદવ દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શન, કામગીરીની વિસ્તૃત સમીક્ષા

(આહવા બ્યુરો) & શિવાજી કવર

ડાંગ જિલ્લાના વઘઈ પોલીસ સ્ટેશન ખાતે જિલ્લા પોલીસ અધિક્ષક Pooja Yadav દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું હતું. ઇન્સ્પેક્શન દરમિયાન પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓના ટર્ન-આઉટ, ડ્રેસ કોડ, શિસ્ત તેમજ વ્યાવસાયિક કાર્યપદ્ધતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. પોલીસ દળની કાર્યક્ષમતા અને ફરજ પ્રત્યેની નિષ્ઠા જળવાઈ રહે તે માટે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.
ઇન્સ્પેક્શન દરમિયાન પોલીસ સ્ટેશનના વિવિધ રજીસ્ટરો, ગુનાઓની તપાસ સંબંધિત દસ્તાવેજો, હથિયારખાનું, લોકઅપ, સ્ટેશન ડાયરી, ઇ-ગુજકોપ કામગીરી, સાયબર ક્રાઇમ સંબંધિત કામગીરી તેમજ વહીવટી અને કાયદો-વ્યવસ્થા સંબંધિત કામગીરીનું વિસ્તૃત નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીએ પોલીસ સ્ટેશન ખાતે હાજર અરજદારો અને મુલાકાતીઓ સાથે રૂબરૂ મુલાકાત કરી તેમની રજૂઆતો, પ્રશ્નો અને ફરિયાદોની માહિતી મેળવી હતી. અરજદારોને કાયદેસરની અને સમયસર કાર્યવાહી મળે તે માટે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી હતી.
ત્યારબાદ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે યોજાયેલી બેઠકમાં કાયદો અને વ્યવસ્થા, મહિલા અને બાળ સુરક્ષા, સાયબર ગુનાઓની રોકથામ, પેન્ડિંગ ગુનાઓ તથા અરજીઓના નિકાલ, પ્રોહિબિશન અને જાહેર સુરક્ષા સંબંધિત મુદ્દાઓની સમીક્ષા કરવામાં આવી હતી. નાગરિકોને વધુ સારી, ઝડપી અને પારદર્શક પોલીસ સેવા ઉપલબ્ધ કરાવવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.
આ ઉપરાંત પોલીસ સ્ટેશન પરિસરની સ્વચ્છતા, રહેણાંક અને કચેરીની સુવિધાઓ, સરકારી મિલકતોની જાળવણી તેમજ આધુનિક ટેક્નોલોજીના ઉપયોગ અંગે પણ સમીક્ષા કરી જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા. જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીએ તમામ કર્મચારીઓને પ્રામાણિકતા, સંવેદનશીલતા અને જનસેવાના ભાવ સાથે ફરજ બજાવવા પ્રેરિત કર્યા હતા.
આ પ્રસંગે વઘઈ પોલીસ સ્ટેશનના તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વાર્ષિક ઇન્સ્પેક્શન સફળતાપૂર્વક પૂર્ણ થયું હોવાનું જાણવા મળ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!