ડાંગ

આહવામાં સવારથી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી,

શિવાજી કવર સાથે યંગ ગુજરાત ડિજીટલ ન્યૂઝ ટીમ ડાંગ.

ડાંગ જિલ્લામાં જોરદાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી, ખેડૂતો અને પ્રકૃતિપ્રેમીઓમાં ખુશીનો માહોલ

આહવા : ડાંગ જિલ્લામાં શુક્રવારે વહેલી સવારથી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતાં સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ છવાઈ ગયો હતો. મુખ્ય મથક આહવા સહિત જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સવારે અંદાજે 5 વાગ્યાથી શરૂ થયેલો વરસાદ સતત વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

જોરદાર વરસાદના પગલે ડુંગરાળ વિસ્તારોમાં આવેલા નાના-મોટા ધોધો ફરી જીવંત બની ઊઠ્યા હતા. વરસાદના કારણે હરિયાળી વધુ ખીલી ઊઠતાં પ્રકૃતિનું મનમોહક સૌંદર્ય જોવા મળ્યું હતું. ધોધોમાં પાણીની આવક વધતાં સ્થાનિકો તેમજ પ્રકૃતિપ્રેમીઓમાં આનંદની લાગણી જોવા મળી હતી.

વરસાદથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો, કારણ કે ખેતીની કામગીરી માટે આ વરસાદ લાભદાયી માનવામાં આવી રહ્યો છે. બીજી તરફ, ઠંડા પવનો અને વરસાદી વાતાવરણને કારણે લોકોને ઉકળાટમાંથી રાહત મળી હતી.

હવામાનમાં આવેલા આ અચાનક પલટાથી સમગ્ર ડાંગ જિલ્લામાં ચોમાસાની રંગત વધુ ખીલી ઊઠી છે અને આગામી દિવસોમાં પણ સારો વરસાદ રહેવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!