રાજનીતિ

અમિત શાહ કદી કાચુ કામ કે હવામાં ફાયરીંગ કરતા નથી : વિપક્ષને ચેતવતા ઔવેસી

સાં.સ.સાભાર અને યંગ ગુજરાત ડિજીટલ ન્યૂઝ ટીમ

ડેમોગ્રાફીક પંચની રચના સામે પ્રશ્ન : અત્યારે સમય છે રીએકટ કરવાનો પછી રોતા નહી : સાંસદ

નવી દિલ્હીઃ એઆઈએમઆઈએમના સાંસદ અસદુદીન ઔવેસીએ ગૃહ મંત્રાલય દ્વારા નિવૃત ન્યાયમૂર્તિની અધ્યક્ષતામાં જે ડેમોગ્રાફી પર ભલામણ કરવા ખાસ પંચની રચના કરી છે તેની સામે સાવધ કરતા કહ્યું કે જે રીતે મતદાર યાદી ગહન પુનઃ સમીક્ષા કામગીરી (SIR) થઈ છે.તે પછી આ ડેમોગ્રાફી આયોગનો હેતુ વહેલા મોડા નેશનલ સીટીઝન રજીસ્ટ્રી લાવવાનો છે. કેન્દ્રનો ઈરાદો છે. શ્રી ઔવેસીએ “SIR’ અંગે ધારાશાસ્ત્રીઓની એક બેઠકમાં કહ્યું કે ગૃહમંત્રી અમિત શાહ કોઈ મીટીંગ કરે તો યાદ રાખજો, તેઓ કોઈ કાચુ કામ કરતા જ નથી તે કદી હવામાં ફાયરીંગ કરતા નથી.

કંઈને કંઈ તો એક બરાબર પ્રોગ્રામ બનાવીને તે કામ કરે છે. તેઓએ કહ્યું કે અમિત શાહ અંતે તો નેશનલ સીટીઝન રજીસ્ટ્રી લાવી રહ્યા છે. ડેમોગ્રાફી માટે એક ઉચ્ચ કક્ષાનું પંચ બનાવ્યું છે અને તેના અધ્યક્ષ સુપ્રીમ કોર્ટના નિવૃત જજ છે પછી મને કહેતા નહી ષડયંત્ર થઈ ગયું!

તેઓએ કહ્યું કે આ એનસીઆરએ લોકોના નામ દુર કરવા માટે થઈ રહી છે તેમાં તેના માપદંડ જુઓ પછી કહેતા નહી. ષડયંત્ર થઈ ગયું. ખોટું થઈ ગયું. હજુ સમય આપણે રીએકટ કરવાનો છે.

તેઓએ કહ્યું કે મમતા બેનરજી ચુંટણી હારી ગયા, સ્તાલીન હારી ગયા. મમતા તો તેનું ઘર હતું તે બુથ પણ હારી ગયા અને પછી બદનામ મને કરે છે. તેમણે કહ્યું કે ભલે રેવંત રેડ્ડી (તેલંગાણાના મુખ્યમંત્રી) મળવાનો સમય આપતા ના હોય, ભલે ન આપતા, મને કોઈ વાંધો નહી પણ લોકો માટે હું આ અપીલ કરું છું.

જો કોંગ્રેસ સરકાર રીએકટ નહી કરે તો ગરીબોના નામ કપાશે પછી અહી આવીને રોતા નહી, વિપક્ષો `સર’ ની જેમ એનસીઆરનો પણ વિરોધ કરે છે પણ એક થતા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!