સુરત

સુરત પોલીસ દ્વારા સરાહનીય કામગીરી: પોતાના ના જ કોઈ ખોવાઈ ગયા હોય એટલાં.. ગમગીન થઇ ગયા ગોહિલ સાહેબ.. ક્યાં હશે.. ભૂલકાઓ..

સાં.સ.સાભાર અને યંગ ગુજરાત ડિજીટલ ન્યૂઝ ટીમ

સુરતમાં ખાખીની માનવતા : સચિનમાં ગળાડૂબ પાણીમાં પીઆઈ ગોહિલ સહિત ટીમ ઊતરી : બે બાળકોના મૃત્યુઆગામી છઠ્ઠ પૂજા માટે સચિન જીઆઇડીસી વિસ્તારની એક સોસાયટીમાં પરપ્રાંતીય લોકોએ ખાડો કર્યો હતો.

સુરત : સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. છેલ્લા 24 કલાકમાં 20 ઇંચ થી વધુ વરસાદ વરસ્યો હતો. સમગ્ર સુરતમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. ત્યારે સચિન જીઆઇડીસી વિસ્તારમાં ગળાડૂબ પાણી ભરાયા હતા.

જે ઘરમાં બાળકોના કિલકિલાટ ગુંજતા હતા, ત્યાં આખું આકાશ ફાટી પડ્યું છે. સચિન જીઆઇડીસી વિસ્તારમાં ભારે વરસાદ ના કારણે પાણી ભરાયેલ ખાડામાં 2 બાળકોના ડૂબી જવાથી થયેલ મૃત્યુ બાદ તેમની સાથે રમતા અન્ય કોઈ બાળક પાણીમાં ગરકાવ તો નથી થયાને તે તપાસ માટે સચિન GIDC પોલીસ ઇન્સ્પેક્ટર કુલદીપસિંહ ગોહિલ જાતે ફાયર બ્રિગેડની ટિમો સાથે તુરંત પાણી ઉતરી તપાસ હાથ ધરવામાં આવી હતી.

આગામી છઠ્ઠ પૂજાને લઈને સોસાયટી દ્વારા ખાડો કરવામાં આવ્યો હતો જેમાં બે બાળકોના ડૂબી જવાથી મૃત્યુ થયા હતા. આ ખાડામાં સચિન જીઆઇડીસીના પોલીસ ઇન્સ્પેક્ટર કુલદીપસિંહ ગોહિલ અને તેમના સ્ટાફ ખુદ તે પાણીમાં ઉતર્યા હતા. અગાઉ, કુલદીપસિંહ ગોહિલે શાપર તથા મેટોડામાં પ્રશંસનીય કામગીરી કરી છે.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!