કોંગ્રેસ દ્વારા અંબિકા તાલુકાની ચૂંટણી બાદ સંગઠન પ્રકલ્પ અંતર્ગત કારોબારી બેઠકનું આયોજન
યંગ ગુજરાત અખબાર અને ડિજીટલ ન્યૂઝ (મહુવા) સુરત

ગઈકાલે અંબિકા તાલુકામાં આવેલા પવિત્ર આદિવાસી દેવક સ્થાન ભામણીયાભૂત મંદિર ખાતે કોંગ્રેસ દ્વારા અંબિકા તાલુકાની ચૂંટણી બાદ સંગઠન પ્રકલ્પ અંતર્ગત કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં સુરત જિલ્લા કોંગ્રેસના માજી પ્રમુખ તથા હાલ ભરૂચ જિલ્લાના પ્રભારી મનહરભાઈ પટેલ, AICC સભ્ય હેમાંગીનીબેન, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મંત્રી ભાવિન ચૌધરી, સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રીશ્રીઓ ભગવાનભાઈ ભોકળવા અને શાહબુદ્દીનભાઈ મલેક, અંબિકા તાલુકા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ઉત્તમભાઈ, તાલુકાના કોંગ્રેસના આગેવાનો, કાર્યકર્તાઓ તેમજ યુથ કોંગ્રેસના મહુવા વિધાનસભા પ્રમુખ કૌશલ ગામીત અને યુથ કોંગ્રેસના મહામંત્રી પ્રકાશ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક દરમિયાન કોંગ્રેસ સંગઠનને વધુ મજબૂત બનાવવા, તથા હાલમાં ચાલી રહેલા આંદોલન લોકશાહી અને બંધારણ અધિકારનું હનન થઈ રહ્યું છે , તેની ચર્ચા અને ગામડાં સુધી સંગઠનને સશક્ત બનાવવાના પ્રયાસો કરવા તેમજ જનતાની સમસ્યાઓને અસરકારક રીતે વાચા આપી તેમના નિરાકરણ માટે સતત સંઘર્ષ કરવાની દિશામાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.




