તાપી

ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણીએ વસ્તી ગણતરી-૨૦૨૭ અંતર્ગત પોતાની સ્વ-જનગણના પૂર્ણ કરી

યંગ ગુજરાત ડિજીટલ ન્યૂઝ ટીમ તાપી

વ્યારા ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણીએ વસ્તી ગણતરી-૨૦૨૭ અંતર્ગત પોતાની સ્વ-જનગણના પૂર્ણ કરી તાપી જિલ્લાના નાગરિકોને પણ આ અભિયાનમાં સક્રિય સહભાગી બનવા અપીલ કરી છે.તેમણે જણાવ્યું કે, તા. ૧૭ મે થી ૩૧ મે દરમિયાન આયોજિત સ્વ-ગણતરી કાર્યક્રમ અંતર્ગત નાગરિકો https://self.census.gov.in પોર્ટલ પર જઈ પોતાની અને પરિવારની માહિતી નોંધાવી શકે છે. સાચી અને સમયસર માહિતી દેશના વિકાસ તેમજ સરકારી યોજનાઓના અસરકારક અમલીકરણ માટે ઉપયોગી બનશે. ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણીએ પણ સ્વ-જનગણના પોર્ટલ પર પોતાની નોંધણી કરાવી હતી અને નાગરિકોને આ અભિયાનમાં વધુમાં વધુ જોડાવા અનુરોધ કર્યો હતો.તેમણે વધુમાં અનુરોધ કરતાં કહ્યુ કે, તા. ૧ જૂનથી ૩૦ જૂન દરમિયાન યોજાનાર ઘરયાદી અને મકાન ગણતરી કામગીરી દરમિયાન ગણતરી કર્મચારીઓને જરૂરી માહિતી આપી સંપૂર્ણ સહયોગ આપવો જોઈએ.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!