તાપી

ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી રેલીને પ્રસ્થાન કરાવી

માહિતી બ્યુરો, તાપી

તા. ૦૭ :- તાપી જિલ્લાના ઉચ્છલ ખાતે નારી સંમેલન તેમજ ‘વિશ્વ સ્તનપાન સપ્તાહ’ની ઉજવણીના ભાગરૂપે બિરસા મુંડા સર્કલથી પ્રસ્થાન કરીને સુમુલ શીત કેન્દ્રના હોલ સુધી પહોંચેલી ભવ્ય રેલીમાં મહિલા સશક્તિકરણ અને શિશુ પોષણ અંગેનો પ્રેરક સંદેશ આપવામાં આવ્યો હતો.

રેલીના પ્રારંભે પદાધિકારીઓ દ્વારા ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાર્પણ અને વંદન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા જાગૃતિ રેલીને પ્રસ્થાન કરાવવામાં આવી હતી.

‘વિશ્વ સ્તનપાન સપ્તાહ’ અને શિશુ સુરક્ષાના સંદેશ આપતા બેનરો તથા પ્લેકાર્ડ્સ સાથે જોડાયેલી મહિલાઓએ પ્રેરક સંદેશ આપ્યો હતો.

આ જાગૃતિ રેલીમાં મહિલા અને બાળ વિકાસ સમિતિના અધ્યક્ષ શ્રીમતી રવિલાબેન ગામિત, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ અને સુમુલ ડેરીના ડિરેક્ટર શ્રી જાલમસિંહ વસાવા, ઉચ્છલ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી નિલેશભાઈ ઢોડિયા, ઇન્ચાર્જ પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી જાસ્મીનાબેન ચૌધરી, આઈસીડીએસ સ્ટાફ, આંગણવાડી-આશા બહેનો, સંબંધિત વિભાગના કર્મીઓ પણ આ રેલીમાં જોડાયા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!