તાપી જિલ્લાના વ્યારા નગર પાલિકાના કોન્ફરન્સ હોલ ખાતે બિરસા કન્સલ્ટન્સી દ્ધારા આયોજન શ્રી બલભદ્ર ચૌધરી (C.A) દ્ધારા વિશેષ સેમીનાર નું આયોજન કરવામાં આવ્યું.
યંગ ગુજરાત ડિજીટલ ન્યૂઝ તાપી

ફાઇનાન્સિયલ અવેરનેસ સેમિનારમાં ફાઇનાન્સિયલ પ્લાનિંગના મહત્વ અંગે માર્ગદર્શન અપાયું
Birsa Consultancy Services દ્વારા રવિવાર, 14 જૂનના રોજ નગરપાલિકા કોન્ફરન્સ હોલ ખાતે Financial Awareness Seminarનું આયોજન કરવામાં આવ્યું હતું.
સેમિનારનો મુખ્ય ઉદ્દેશ આજની અનિશ્ચિતતા ભરેલી જીવનશૈલીમાં ફાઇનાન્સિયલ પ્લાનિંગના મહત્વ અંગે જાગૃતિ લાવવાનો તથા લોકોને વ્યવસ્થિત આર્થિક આયોજન માટે પ્રેરિત કરવાનો હતો.
કાર્યક્રમ દરમિયાન CA. બલભદ્ર ચૌધરી તેમજ Tata AIA Life Insurance તરફથી CBA મનોજ જોશી દ્વારા ઉપસ્થિત લોકોને ફાઇનાન્સિયલ પ્લાનિંગનું મહત્વ, ભવિષ્યની આર્થિક સુરક્ષા માટે જરૂરી પગલાં તેમજ યોગ્ય આયોજન કેવી રીતે કરવું તે અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
વક્તાઓએ જણાવ્યું હતું કે, બદલાતા સમય અને વધતી જવાબદારીઓ વચ્ચે દરેક વ્યક્તિએ પોતાની આવક, બચત, રોકાણ અને વીમા અંગે યોગ્ય આયોજન કરવું જરૂરી બની ગયું છે. સેમિનારમાં ઉપસ્થિત લોકોએ પણ માર્ગદર્શનનો લાભ લઈ વિવિધ પ્રશ્નોના નિરાકરણ મેળવ્યા હતા.




