ડાંગ

EMRI ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા વઘઈ ખાતે પશુચિકિત્સા અધિકારીઓ માટે વિષયક એક દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો

માહિતી બ્યુરો અને શિવાજી કવર આહવા

આહવા: તા: ૭: EMRI ગ્રીન હેલ્થ સર્વિસ ( GREEN HEALTH SERVICES) દ્વારા પશુ આરોગ્ય સેવાઓને વધુ મજબૂત અને અસરકારક બનાવવાના ઉદ્દેશ્ય સાથે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વઘઇ ખાતે “Integrate, Improve & Inspire” નામ હેઠળ એક દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી પશુચિકિત્સા અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ગુજરાત રાજ્યના 1962 EMERGENCY હેલ્પલાઇન પ્રોજેક્ટના પ્રોજેક્ટ હેડ ડૉ. મુકેશ ચાવડા, ગુજરાતના વિવિધ ટેરેટરીના પ્રોગ્રામ મેનેજરો અને પ્રોજેક્ટ કોઓર્ડિનેટરો પણ આ તાલીમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

તાલીમ દરમિયાન સોફ્ટ સ્કિલ અને ઓપરેશનલ એક્સલ્નસ જેવા મહત્વના વિષયો પર નિષ્ણાંતો દ્વારા સેશન લેવામાં આવ્યા હતા. સાથે જ ટીમ વર્કને પ્રોત્સાહન આપવા અને સેવાની ગુણવત્તા વધારવા માટે વિવિધ પ્રવૃત્તિઓ પણ હાથ ધરવામાં આવી હતી.

EMRI GREEN HEALTH SERVICES ના અધિકારીઓએ જણાવ્યું કે, આ પ્રકારના તાલીમ કાર્યક્રમો દ્વારા ક્ષેત્રમાં કામ કરતા અધિકારીઓની કુશળતા વધારવા અને 1962 હેલ્પલાઇન સેવાને વધુ કાર્યક્ષમ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

કાર્યક્રમના અંતે તમામ ઉપસ્થિતોએ આયોજન બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને ભવિષ્યમાં પણ આવા સત્રો યોજવાની માંગ કરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!