સુરત

કમલાપોર ખાતે માંડવી તાલુકા કક્ષાના ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી

કિરણ ચૌધરી બ્યુરો માંડવી

માંડવી તાલુકા કક્ષાના ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કમલાપોર ખાતે રાષ્ટ્રભક્તિ અને ઉત્સાહભેર કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન સાથે કરવામાં આવી હતી. ઉપસ્થિત મહાનુભાવોએ રાષ્ટ્રધ્વજને સલામી આપી દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્રનિર્માણમાં સૌની જવાબદારી અંગે સંદેશ આપ્યો હતો.
સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે કમલાપોર આશ્રમશાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતો, સાંસ્કૃતિક કાર્યક્રમો અને વિવિધ આકર્ષક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ દેશપ્રેમ, રાષ્ટ્રીય એકતા અને સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનને ઉજાગર કરતી રજૂઆતો કરી ઉપસ્થિત સૌના દિલ જીતી લીધા હતા.
વિદ્યાર્થીઓની શિસ્તબદ્ધ પરેડ, દેશભક્તિ ગીતો અને સાંસ્કૃતિક કાર્યક્રમોથી સમગ્ર વાતાવરણ રાષ્ટ્રભક્તિના રંગે રંગાઈ ગયું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો અને અધિકારીઓએ વિદ્યાર્થીઓની કલાત્મક પ્રતિભા અને ઉત્સાહની પ્રશંસા કરી હતી.
આ પ્રસંગે તાલુકાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ, સરકારી કર્મચારીઓ, ગ્રામજનો તથા વિવિધ ક્ષેત્રના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન શિસ્તબદ્ધ અને ભવ્ય રીતે કરવામાં આવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!