ભારે વરસાદથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત: રાહત અને બચાવ કામગીરીની સાંસદ તથા વહીવટી તંત્ર દ્વારા સમીક્ષા
યંગ ગુજરાત ડિજીટલ ન્યૂઝ ટીમ સુરત (માંડવી)

છેલ્લા બે દિવસથી સતત વરસી રહેલા ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં સ્થાનિક નાગરિકોની હાલતનો તાગ મેળવવા તેમજ રાહત અને બચાવ કામગીરીની અસરકારક સમીક્ષા કરવા માટે સ્થળ મુલાકાત યોજાઈ હતી.
મુલાકાત દરમિયાન માનનીય સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના અધ્યક્ષ શ્રી તથા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રતિનિધિમંડળે અસરગ્રસ્ત વિસ્તારોની રૂબરૂ મુલાકાત લઈ સ્થાનિકો સાથે વાતચીત કરી તેમની સમસ્યાઓ જાણી હતી. સાથે જ રાહત અને બચાવ કામગીરીનું નિરીક્ષણ કરીને અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
સાંસદશ્રી અને અધિકારીઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે અસરગ્રસ્ત નાગરિકોને સમયસર રાહત, જરૂરી જીવનજરુરિયાતની સામગ્રી અને સુરક્ષિત સ્થળોએ સ્થળાંતરની તમામ વ્યવસ્થાઓ પ્રાથમિકતાના ધોરણે કરવામાં આવી રહી છે. કોઈપણ નાગરિકને મુશ્કેલી ન પડે તે માટે તંત્ર સતત કાર્યરત છે.
વહીવટી તંત્રે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ અફવાઓથી દૂર રહે, માત્ર સત્તાવાર સૂચનાઓ પર વિશ્વાસ રાખે, પૂરગ્રસ્ત અથવા જોખમી વિસ્તારોમાં જવાનું ટાળે અને જરૂરી હોય ત્યારે સુરક્ષિત સ્થળોએ આશરો લઈને તંત્રને સંપૂર્ણ સહકાર આપે.




