તાપી

તાપી જિલ્લા વિકાસ અધિકારીશ્રી રામનિવાસ બુગાલિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ

માહિતી બ્યુરો, તાપી તા.20 – તાપીના જિલ્લા વિકાસ અધિકારીશ્રી રામનિવાસ બુગાલિયાના અધ્યક્ષસ્થાને શનિવારે યોજાયેલી જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્યશ્રી અને પૂર્વ આદિજાતિ વિકાસ રાજ્યમંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિ ઉપસ્થિત રહ્યા હતા.

આ તકે જનપ્રતિનિધિશ્રીના વિવિધ જાહેરહિતના પ્રશ્નો અને પ્રજાલક્ષી મુદ્દાઓ બેઠકમાં રજૂ કરાયા હતા. જે અંગે શ્રી બુગાલિયાએ સંબંધિત અધિકારીશ્રીઓને પડતર પ્રશ્નોના આયોજનબદ્ધ નિરાકરણ માટે સંબંધિત અધિકારીશ્રીઓને તાદીદ કરવામાં આવી હતી.

વધુમાં બેઠકમાં અમલીકરણ અધિકારીઓને નાગરિકોનાં પ્રશ્નોને પ્રાધાન્ય આપી તેનો ઝડપથી ઉકેલ લાવવા જણાવ્યું હતું. વિકાસના કામો નિયમ ,ગાઈડલાઈન મુજબ, સમયસર અને એકબીજા વિભાગોનાં સંકલનમાં રહીને કરવા તેમજ પ્રજાનાં પ્રશ્નોને ઝડપી વાચા આપી, જન સુખાકારીના કામો કરવા માર્ગદર્શન પુરુ પાડી રચનાત્મક સુચનો કર્યા હતા. શ્રી બુગાલિયાએ વહીવટી તંત્રના વિભાગોનાં આંતરિક પ્રશ્નો તથા જન સુવિધાઓ સંબંધિત જિલ્લાનાં વિવિધ મુદ્દાઓની સમીક્ષા કરી હતી.

વધુમાં ઓડિટ પેરાઓ, સરકારી નાણાંની વસૂલાત સંબંધિત પ્રકરણોમાં પણ સમીક્ષા હાથ ધરવામાં આવી હતી અને બાકી વસૂલાતના કેસોમાં નિયમિત અનુસરણ કરી સમયાંતરે વસૂલાત થાય તે સુનિશ્ચિત કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. વધુમાં વહીવટી કામગીરીમાં પારદર્શિતા અને કાર્યક્ષમતા વધે તે માટે ઇ-ગવર્નન્સના વધુ ઉપયોગ પર ભાર મૂકવામાં આવ્યો હતો.

તમામ વિભાગો દ્વારા સરકારી પત્રવ્યવહાર અને કામગીરી શક્ય તેટલી ઇ-સરકાર માધ્યમ દ્વારા કરવામાં આવે તે સુનિશ્ચિત કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. ગુજરાત સરકારની નવી પહેલ ‘સુગમ ડિજિટલ’ અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ આ પહેલનો વધુમાં વધુ પ્રચાર-પ્રસાર થાય તેમજ નાગરિકો સુધી ડિજિટલ સેવાઓની સરળ પહોંચ સુનિશ્ચિત થાય તે માટે સંબંધિત વિભાગોને જરૂરી કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી.

આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર શ્રી આર.આર. બોરડ, નાયબ વન સંરક્ષક શ્રી સચિન ગુપ્તા, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જે.એન. દેસાઈ, પ્રાયોજના વહીવટદાર શ્રી રાજેશ મૌર્ય, સહિત જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.જાહેરહિતના પ્રશ્નોના સમયબદ્ધ નિકાલ માટે અધિકારીઓને સૂચના અપાઈ

‘સુગમ ડિજિટલ’ના વ્યાપક પ્રચાર-પ્રસાર અને ઇ-ગવર્નન્સના મહત્તમ ઉપયોગ પર ભાર

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!