ડાંગ

ડાંગની ગોંડલવિહિર પ્રાથમિક શાળાની શિક્ષિકા કલ્પનાબેન માહલાને મળ્યો પ્રતિષ્ઠિત “બેસ્ટ ટોય એવોર્ડ”

શિવાજી કવર- આહવા બ્યુરો

ડાંગ જિલ્લાના ગોંડલવિહિર પ્રાથમિક શાળાની શિક્ષિકા શ્રીમતી કલ્પનાબેન પી. માહલાએ શિક્ષણ ક્ષેત્રે સર્જનાત્મક અને નવીન કાર્ય દ્વારા સમગ્ર ડાંગ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. Children’s Research University gandhinagar ખાતે યોજાયેલી શૈક્ષણિક રમકડાંની રાજ્યસ્તરીય સ્પર્ધામાં તેમના દ્વારા તૈયાર કરાયેલ અનોખું શૈક્ષણિક રમકડું પ્રથમ ક્રમે પસંદગી પામતાં તેમને પ્રતિષ્ઠિત “બેસ્ટ ટોય એવોર્ડ” એનાયત કરવામાં આવ્યો.
કલ્પનાબેને ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીમાં યોજાયેલા શૈક્ષણિક ઓનલાઈન નોંધણી કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ત્યારબાદ 14 જુલાઈના રોજ યોજાયેલા 28 કૃતિઓના મૂલ્યાંકન વર્કશોપમાંથી ત્રણ શ્રેષ્ઠ કૃતિઓની પસંદગી કરવામાં આવી હતી. તેમાં “Joyful Education with Toys” વિષય હેઠળ પ્રાકૃતિક રીતે સુકાયેલા તુંબડી, ગલકા, દુધી અને તુરીયા જેવી સ્થાનિક સામગ્રીમાંથી તૈયાર કરાયેલા શૈક્ષણિક રમકડાંને પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું હતું.
ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના 17મા સ્થાપના દિવસ નિમિત્તે યોજાયેલા સમારોહમાં ગુજરાત રાજ્ય ના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત જી તથા રાષ્ટ્રીય સચિવ અતુલ કોઠારી જી ના હસ્તે કલ્પનાબેનને “બેસ્ટ ટોય એવોર્ડ” અર્પણ કરવામાં આવ્યો.

આ સિદ્ધિ માત્ર ગોંડલવિહિર પ્રાથમિક શાળા માટે જ નહીં પરંતુ સમગ્ર ડાંગ જિલ્લા માટે ગૌરવની બાબત છે. શિક્ષણમાં નવીનતા, સર્જનાત્મકતા અને પ્રવૃત્તિલક્ષી અભિગમ દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કરવામાં આવતી કામગીરીને મળેલી આ માન્યતા અન્ય શિક્ષકો માટે પણ પ્રેરણારૂપ બનશે.
ગોંડલવિહિર પ્રાથમિક શાળાના સમગ્ર પરિવાર તેમજ ડાંગ જિલ્લાના શિક્ષણજગતે શ્રીમતી કલ્પનાબેન પી. માહલાને આ નોંધપાત્ર સિદ્ધિ બદલ હાર્દિક અભિનંદન પાઠવ્યા છે અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!