ડાંગ

ડાંગ જિલ્લાના પ્રભારી સચિવ શ્રી એમ. આઈ. પટેલે જિલ્લાના વિકાસકાર્યો અને પ્રિ-મોન્સુન તૈયારીઓની વિગતવાર સમીક્ષા કરી

ડાંગ માહિતી આહવા બ્યુરો & શિવાજી કવર

(ડાંગ માહિતી બ્યુરો): આહવા: તાં: ૧૯: ડાંગ જિલ્લાના પ્રભારી સચિવ શ્રી એમ. આઈ. પટેલના અધ્યક્ષ સ્થાને જિલ્લા
કલેક્ટર કચેરીના સભાખંડમા જિલ્લા સમીક્ષા બેઠક તેમજ પ્રિ-મોન્સુન તૈયારીઓ અંગેની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.
આ બેઠક દરમિયાન જિલ્લાના વિવિધ વિભાગોની કામગીરી, વિકાસલક્ષી યોજનાઓની પ્રગતિ તથા આગામી
આયોજનની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.
ડાંગ જિલ્લાના વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવેલી કામગીરી અને ભાવિ આયોજન અંગેની માહિતી પ્રેઝન્ટેશનના
માધ્યમથી રજૂ કરવામાં આવી હતી. પ્રભારી સચિવશ્રીએ શિક્ષણ, આરોગ્ય, મહિલા અને બાળ વિકાસ, આયોજન,
ડીજીવીસીએલ સહિતના વિભાગોના અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
શિક્ષણ ક્ષેત્રની સમીક્ષા દરમિયાન તેમણે શાળા પ્રવેશોત્સવ, શાળા છોડતા વિદ્યાર્થીઓના પ્રમાણમાં ઘટાડો કરવા, આરટીઈ
અંતર્ગત પ્રવેશ પ્રક્રિયા તથા નવી મંજૂર થયેલી શાળાઓ અંગે વિગતો મેળવી હતી. સાથે જ આંગણવાડી કેન્દ્રોની
કામગીરી, બાળવાટિકામાં બાળકોના પ્રવેશ, મમતા દિવસ અને પોષણ સંગમ કાર્યક્રમોની પ્રગતિ અંગે પણ સમીક્ષા કરી
જરૂરી સૂચનો આપ્યા હતા.
આ ઉપરાંત ટીબી મુક્ત ભારત અભિયાનની ઝુંભેશ અંતર્ગત જિલ્લાના અધિકારીઓ તેમજ સક્ષમ નાગરિકોને “નિક્ષય
મિત્ર” બનવા આહવાન કરતાં પ્રભારી સચિવશ્રી ટીબી વાળા દર્દીઓને દત્તક લઈ ૬ માસ સુધી પૌષ્ટિક અનાજની કિટ પૂરી
પાડી તેઓને વહેલા સાજા કરવામાં નિમિત્ત બનવાની અપીલ કરી હતી.
પ્રિ-મોન્સુન તૈયારીઓ અંગે યોજાયેલી બેઠકમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ, આરોગ્ય, ડીજીવીસીએલ અને સિંચાઈ વિભાગ
સાથે આગોતરા આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લાના ડેમોની સ્થિતિ, નદી-નાળાઓની સફાઈ, પૂર જેવી
સંભવિત પરિસ્થિતિઓમાં ઉપયોગી સાધનસામગ્રીની ઉપલબ્ધતા, દવાઓનો જથ્થો અને તાત્કાલિક પગલાઓ લેવા માટે
આવશ્યક વ્યવસ્થાની તૈયારીઓ અંગે સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ જિલ્લાની વિષમ પરિસ્થિતિને
ધ્યાને લેતાં, ડિઝાસ્ટરની માહિતી લોકો સુધી પહોંચે તેમજ ચોમાસા દરમિયાન માનવ મૃત્યુ અને પશુ મૃત્યુના બનાવો ન
બને તે માટે સંવેદનશીલ કામગીરી હાથ ધરવા જણાવ્યું હતું.
આ અન્વયે જિલ્લા કલેક્ટર શ્રી એન. ડી. પરમાર દ્વારા અધિકારીઓને જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા અને પ્રભારી
સચિવ શ્રી દ્વારા ભાર મૂકવામાં આવેલ મુદ્દાઓ અન્વયે લક્ષ્ય નિર્ધારિત કરી કામગીરી કરવા તાકાત કરી હતી.
બેઠકના અંતે પ્રભારી સચિવશ્રીએ આગામી દિવસોમાં યોજાનાર આંતરરાષ્ટ્રીય યોગ દિવસના સુચારુ આયોજન માટે
અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.
આ બેઠકમાં જિલ્લા કલેક્ટર શ્રી એસ. ડી. તબીયાર, ઈનચાર્જ પ્રાયોજના વહીવટદાર શ્રી સ્વપ્નિલ સિસલે, નાયબ
નિવાસી અધિક કલેક્ટરશ્રી, અધિક મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. હિમાંશુ ગામિત, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી કે.
આર. ડીમરી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી હિરલ પટેલ, કાર્યપાલક ઈજનેર શ્રી કેતન કુકણા તેમજ વિવિધ
વિભાગોના સંકલન અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!