સુરત

ગુરુ પૂર્ણિમા નિમિત્તે માંડવી ઇંગ્લિશ મિડિયમ હાઈસ્કૂલમાં સંસ્કૃત કક્ષનું લોકાર્પણ

માંડવી

માંડવી: ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે માંડવી ઇંગ્લિશ મિડિયમ હાઈસ્કૂલ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા મંજૂર કરવામાં આવેલી ‘સંસ્કૃત કક્ષ’નું ભવ્ય લોકાર્પણ સમારોહ યોજાયો હતો. સમગ્ર માંડવી તાલુકાની અંગ્રેજી માધ્યમ શાળાઓમાં માત્ર માંડવી ઇંગ્લિશ મિડિયમ હાઈસ્કૂલને જ સંસ્કૃત કક્ષ માટેની ગ્રાન્ટ ફાળવવામાં આવતાં શાળા પરિવાર માટે ગૌરવની ક્ષણ સર્જાઈ હતી.

આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે માંડવી ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર જયેશભાઈ વાડવી ઉપસ્થિત રહ્યા હતા. તેમના હસ્તે સંસ્કૃત કક્ષનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને ભારતીય સંસ્કૃતિ, સંસ્કાર અને સંસ્કૃત ભાષાના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું.

નવી સંસ્કૃત કક્ષ વિદ્યાર્થીઓમાં સંસ્કૃત ભાષા પ્રત્યે રસ જાગે, ભારતીય સંસ્કૃતિ અને મૂલ્યોનું જતન થાય તેમજ ગુણવત્તાયુક્ત શિક્ષણને પ્રોત્સાહન મળે તેવા હેતુથી શરૂ કરવામાં આવી છે.

કાર્યક્રમ દરમિયાન શાળા સંચાલક મંડળ, આચાર્યશ્રી, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ તથા આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે ગુરુજનોના યોગદાનને યાદ કરી તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી હતી.

અંતે શાળા પરિવાર દ્વારા ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ, મુખ્ય અતિથિ, શિક્ષકો અને કાર્યક્રમને સફળ બનાવવા સહયોગ આપનાર સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!