ડાંગ

ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી ડૉ. જયરામભાઈ ગામીતે મહાલ એકલવ્ય સ્કૂલની મુલાકાત લીધી

(ડાંગ માહિતી બ્યુરો): આહવા: & યંગ ગુજરાત ડિજીટલ ન્યૂઝ ટીમ

આહવા, તા. ૧ : અતિભારે વરસાદના પગલે પૂર્ણા નદીમાં આવેલા જળસ્તર વધારાને કારણે મહાલ એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલના પરિસરમાં પાણી ભરાતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ૩૧૧ વિદ્યાર્થીઓને નજીકની માધ્યમિક શાળામાં સુરક્ષિત રીતે સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા.

આ પરિસ્થિતિની સમીક્ષા કરવા ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી ડૉ. જયરામભાઈ ગામીતે શાળાની મુલાકાત લઈને વિદ્યાર્થીઓના રહેઠાણ, ભોજન અને અન્ય સુવિધાઓની માહિતી મેળવી હતી. તેમણે વિદ્યાર્થીઓને તમામ જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા અધિકારીઓને સૂચના આપી હતી.

મંત્રીશ્રીએ શાળા પરિસરમાં પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા નદી કિનારે સંરક્ષણ દીવાલ, વૃક્ષારોપણ અને વીજળી સહિતની સુવિધાઓ મજબૂત બનાવવા અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. ત્યારબાદ યોજાયેલી સમીક્ષા બેઠકમાં તેમણે જણાવ્યું હતું કે ભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.

મુલાકાત દરમિયાન નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ રાજેશભાઈ ગામીત, જિલ્લા કલેક્ટર એન.ડી. પરમાર, જિલ્લા વિકાસ અધિકારી કે.એસ. ઝાલા, જિલ્લા પોલીસ વડા પૂજા યાદવ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!